રાજકોટ
News of Friday, 4th December 2020

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સામેના 'ગુજટોક' કેસમાં સંજયભાઈ વોરા સ્પે.પી.પી.નિમાયા

કેસની શરૂઆતની આ કેસમાં જોડાયેલ રાજકોટના ડી.જી.પી.ની સરકાર દ્વારા ખાસ નિમણુંક

રાજકોટઃ જામનગરના બહુ ચર્ચીત અને ભાગેડુ ભૂમાફિયા જયેશ પટેલ સામે જામનગર પોલીસે દોઢ માસ અગાઉ ''ગુજટોક'' હેઠળ કેસ નોંધી તેમના ૧૨ સાગરીતોની ધરપકડ કરી રાજકોટની સ્પે.કોર્ટમાં રજુ કરાતા જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરાએ બારેય આરોપીઓના રીમાન્ડ મેળવવા દલીલો કરેલ તેમજ જામનગરના વકીલ સહીતના ત્રણ આરોપીઓની જામીન અરજીઓમાં દલીલો કરી જામીન અરજીઓ રદ કરાવેલ હતી. આ રીતે જામનગરના આ કેસમાં શરૂઆતથી જ સંકળાયેલ હોય જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ વોરાની કાયદા શાખાઓ સ્પે.પબ્લીક પ્રોસીકયુટર તરીકે ખાસ નિમણુંક આપતો હુકમ કરેલ છે. શ્રી સંજયભાઈ વોરા પાંચ વર્ષથી રાજકોટના જિલ્લા સરકારી વકીલ તરીકે કાર્યરત હોય અને બલી ડાંગર, માલવીયા પ્રકરણ, મગફળીકાંડ વિગેરે કેસોમાં રોકાયેલ હતા. તેમજ પોકસો અને અન્ય કેસોમાં ૩૭ સજાઓ કરાવી તેમજ એક કેસમાં ફાંસીની સજા મેળવેલ હતી. આ તમામ રેકોર્ડ ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેના ૧૨ સાગરીતો વિરૂધ્ધ નોંધાયેલ ''ગુજટોક''ના કેસમાં સ્પે.પી.પી. તરીકે નિમણુંક આપેલ છે.

(3:37 pm IST)