રાજકોટ
News of Friday, 4th December 2020

મ.ન.પા.ની આરોગ્ય શાખા દ્વારા ૧૫ કોવિડ હોસ્પિટલોની કેન્ટીનમાં ચકાસણી : પાંચને નોટીસ

દોશી હોસ્પિટલ, જયનાથ, રત્નદિપ, પરમ વગેરેને ફૂડ લાયસન્સ સબબ નોટીસો

રાજકોટ તા. ૧૯ : કોરોના વાયરસની પરિસ્થિતિની રોગચાળા અટકાયત માટે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં જુદા-જુદા વિસ્તારમા આવેલ હોસ્પીટલમા આવેલ કેન્ટીનની ચકાસણી ઝુંબેશ હાથ ધરવામા આવેલ. સદરહુ ઝુંબેશ દરમ્યાન નીચેના મુદ્દાઓની ચકાસણી કરી જરૂરી સુચનાઓ આપવામા આવેલ. તેમજ ફૂડ લાયસન્સ અંગે પાંચ હોસ્પિટલોને નોટીસો અપાઇ હતી.

જેમાં સેનીટાઇઝરનો કર્મચારીઓ દ્વારા યોગ્ય ઉપયોગ કરવો, સાબુ અને પાણી થી હાથ ધોવાની વ્યવસ્થા રાખવી,  પ્રીમાઇસીસની અંદર - બહાર સ્વચ્છતા અને હાઇજીનીક કન્ડીશન્સ જાળવવી,  ફરજીયાત માસ્ક પહેરવાના નિયમનુ કર્મચારીઓ દ્વારા પાલન કરવુ, સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવવુ તથા ફુલ કેપેસીટીથી ૫૦ ટકા બેઠકોનોજ ઉપયોગ કરવો, પ્રીમાઇસીસની અંદર - બહાર બીનજરૂરી ભીડ એકત્રિત ન થવા દેવી, કેન્ટીન માટેનુ  સપ્લાયરનુ માન્ય ફૂડ લાયસન્સ સ્થળ પર દર્શાવવુ વગેરે સૂચનાઓનું પાલન કરવા જણાવેલ.      

રાજકોટ શહેરમા આવેલ જુદી-જુદી હોસ્પિટલમા આવેલ કેન્ટીનમા પણ ચકાસણી કરેલ જેમા પી.ડી.યુ. હોસ્પીટલ, પરમ હોસ્પીટલ, સ્ટાર સીનર્જી હોસ્પીટલ, શ્રેયાંશ હોસ્પીટલ, જયનાથ હોસ્પીટલ, આયુશ હોસ્પીટલ, સત્કાર હોસ્પીટલ, શાંતિ હોસ્પીટલ (સુરભી હોટલ), દોશી હોસ્પીટલ, નીલકંઠ હોસ્પીટલ (લોન્જ બોય્ઝ હોસ્ટેલ), હોપ કોવિડ હોસ્પીટલ, ક્રિષ્ના હોસ્પીટલ, રત્નદીપ કોવિડ હોસ્પીટલ ખાતે કરી કેન્ટીનમા સ્વચ્છતા તથા કોવિડ ગાઇડલાઇન્સનુ પાલન કરવા જરૂરી સુચના આપેલ. ચકાસણી કરેલ હોસ્પીટલ પૈકી આશાપુરા રોડ પર પરમ હોસ્પીટલ, ભકિતનગર સર્કલ પાસે જયનાથ હોસ્પીટલ,  કાલાવડ રોડ પર નીલકંઠ હોસ્પીટલ, અને રાષ્ટ્રીય શાળા સામે રત્નદીપ હોસ્પીટલ સહિતની હોસ્પિટલોના ફૂડ સપ્લાયસર પાસે લાયસન્સ નહિ હોવા સબબ નોટીસ પાઠવેલ, તથા દોશી હોસ્પીટલમા કેન્ટીનમા ફૂડ લાયસન્સ રીન્યુ કરાવેલ ન હોઇ, નોટીસ પાઠવેલ હતી તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

(3:36 pm IST)