રાજકોટ
News of Friday, 4th December 2020

દિવ્યાંગ દિવસની ઉજવણી

છ. શા. વિરાણી બહેરા મૂંગા શાળા તથા જીલ્લા સમાજ સુરક્ષા ખાતુ રાજકોટના સંયુકત ઉપક્રમે 'વિશ્વ દિવ્યાંગ દિવસ' તરીકે ઉજવવામાં આવ્યો. શાળામાં અભ્યાસ કરતા ધો. ર થી ૧૦ બધિર બાળકોને વિશ્વ દિવ્યાંગ દિવસ અનુલક્ષીને ઓનલાઇન ચિત્ર-રંગપુરણી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. શાળાના ૭૦ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ. શાળાના શિક્ષકોએ ઓનલાઇન વિદ્યાર્થીઓને વિશ્વ દિવ્યાંગ દિવસનું મહત્વ, કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઇ બાળકોએ ખૂબ જ ધ્યાનમાં લેવાની ગંભીર બાબતો સાઇન લેંગ્વેજ દ્વારા આપવામાં આવી. ભાગ લેતા બધા બાળકોને ઓનલાઇન પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા. કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યશ્રી કશ્યપભાઇ ડી. પંચોલી અને શિક્ષક જયેશભાઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. સંસ્થાના પ્રમુખશ્રી રજનીભાઇ જી. બાવીશી તથા ટ્રસ્ટી મંડળએ વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિતે શાળા દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમની શુભેચ્છા પાઠવવામાં આવેલ.

(3:30 pm IST)