રાજકોટ
News of Friday, 4th December 2020

સેન્સીસ હોસ્પીટલ કોવિડ-૧૯ બિમારી સામે લડવા કટીબદ્ધ છેઃ ડો. ભરત કાકડીયા

કલેકટરશ્રી દ્વારા સેન્સીસ હોસ્પીટલને કોરોના વોરીયર્સ એવોર્ડથી સન્માનીત કરેલ છે

રાજકોટ, તા. ૪ :. રાજકોટની સેન્સીસ હોસ્પીટલ કોવીડ-૧૯ કોરોના બિમારી સામે લડવા કટીબદ્ધ અને પ્રતિબદ્ધ છે તેમ જાણીતા નાક-કાન-ગળાના નિષ્ણાંત સર્જન ડો. ભરતભાઈ કાકડીયાએ જણાવ્યુ છે.

ડો. ભરતભાઈ કાકડીયાએ વધુમાં જણાવેલ કે, સેન્સીસ હોસ્પીટલ કાન-નાક-ગળાની હોસ્પીટલ છેલ્લા ૩૦ વર્ષોથી રાજકોટમાં કાર્યરત છે. માર્ચ ૨૦૨૦થી વૈશ્વિક મહામારી કોરોના બિમારીમાં પણ સેન્સીસ હોસ્પીટલ દ્વારા પ્રતિકુળ પરિસ્થિતિમાં દર્દીઓને સેવા આપતી રહે છે.

ડો. ભરતભાઈ કાકડીયાએ વધુમાં જણાવેલ કે કોવીડ-૧૯ની લડત માટે સમયસર પગલાઓ સાવચેતી તેમજ સામાજિક સેવા માટે હોસ્પીટલ જોડાયેલ છે. સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે માટે સતત સિકયુરીટી ગાર્ડ થર્મલ ગન સાથે પ્રવેશ દ્વાર પર હાજર હોય છે. વેઈટીંગ રૂમમા ભીડ ન થાય તે માટે વધારાનો કોર્પોરેશન ગાઈડ લાઈન મુજબ સીટીંગ વ્યવસ્થા કરેલ છે. તમામ કર્મચારરી-ગ્લોવજ તથા માસ્ક સાથે સામાજિક અંત જાળવીને ફરજ પર સેવા આપે છે. રીસેપ્શન પર દર્દી અને મુલાકાતીને અંતર જળવાય તે માટે આડશ કરેલ છે. હોસ્પીટલમાં દરરોજ સેનેટાઈઝ થાય તે માટે દર્દી તપાસનું કામ સાંજે ૭ વાગ્યે પુરૂ કરવામાં આવે છે. કોરોના સાથેની લડાઈ માટે કલેકટરશ્રી તરફથી કાન, નાક, ગળાની એક માત્ર સેન્સીસ હોસ્પીટલને કોરોના વોરીયર્સ એવોર્ડથી સન્માનવા આવી રહી છે.

(3:26 pm IST)