રાજકોટ
News of Friday, 4th December 2020

'માહી' ની વાર્ષિક આવકમાં ૮.૬૮ ટકાનો વધારોઃ વાર્ષિકસભા સંપન્ન

રૂ.૧ ની આવક સામે૮૧ પૈસા દૂધ ઉત્પાદકો અને તેના સભ્યો-સંપાદન પાછળ ખર્ચ કર્યો

રાજકોટ : દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડયુસર કંપની લિમિટેડની નવમી વાર્ષિક સાધારણ સભા રાજકોટ ખાતે યોજાઇ હતી. દૂધ ઉત્પાદક સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ જાડેજાએ ગત નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ દરમિયાન કંપનીએ સાધેલા વિકાસની રૂપરેખા રજુ કરી હતી કંપનીની કુલ આવકમાં ગત વર્ષની સરખામણીમાંં ૮.૬૮% નો વધારો નોંધાયો છે. કંપનીએ બજારમાંથી થયેલી એક રૂપિયાની આવક સામે ૮૧ પૈસા તેના દૂધ ઉત્પાદક સભ્યો તેમજ દૂધ સંપાદન પાછળ થતા ખર્ચ પેટે ચુકવ્યા છે જે કંપનીની દૂધ ઉત્પાદક સભ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે વૈશ્વિક મહામારીના સમયમાં તમામ સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન સાથે કાર્યક્રમ યોજાયો હતો.

(11:24 am IST)