રાજકોટ
News of Wednesday, 4th December 2019

મુક બધિર પ્રતિભાઓ અને બાળકોનું યુનાઇટેડ એસોસીએશન દ્વારા સન્માન

રાજકોટ : વૈશ્વિક દિવ્યાંગતા દિવસ નિમિતે યુનાઇટેડ નેશન્સ એસો. ગુજરાત દ્વારા બહેરા મુંગા શાળા આશ્રમ રોડ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત દિવ્યાંગ મહાનુભાવો અને બાળકોનું સન્માન કરાયુ હતુ. સંસ્થાના પ્રમુખ ભરતભાઇ પંડયા, ઉપપ્રમુખ ધનરાજભાઇ નથવાણીની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. બહેરા મુંગા બાળકોની શાળા સોસાયટી અમદાવાદ સાથે સહાયોજનથી થયેલ આ કાર્યક્રમમાં બહેરા મુંગા શાળાના વાઇસ ચેરમેન બિપીનભાઇ પટેલ, માનદ મંત્રી મિલનભાઇ દલાલ ઉપસ્થિત રહેલ. અહીં ઉપસ્થિત ૬૫૦ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહીત કરવા ભારતીય મુકબધીર ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની ઇમરાન શેખ, રાષ્ટ્રપતિ એવોર્ડ અને વિવિધ સન્માનો મેળવી ચુકેલા ડો. રચનાબેન શાહ, સોનલબેન પટેલ, ઓમ વર્ષા, જીજ્ઞેશ વ્યાસ, કલગીબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બહેરા મુંગા બાળકોની શાળાના તમામ શિક્ષકો અને સ્ટાફનું પણ અવિરત યોગદાન બદલ સન્માન કરવામાં આવેલ. તમામ મુકબધીર બાળકોને નોટબુક, સ્કુલકીટ, માઉથ ઓરગન અર્પણ કરવામાં આવેલ. શાળામાં વિવિધ સ્તરે નોંધપાત્ર દેખાવ કરનાર ૩૦ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ગીફટ આપી સન્માનીત કરવામાં આવેલ. પૂ. ગાંધી બાપૂ દ્વારા જે સંસ્થાનું ખાતમુહુર્ત કરાયુ હતુ તેવી ૧૧૧ વર્ષ જુની આ સંસ્થાના પ્રાંગણમાં જ આ ગરીમાપૂર્ણ કાર્યક્રમ થયો હતો. યુનાઇટેડ એસો. ઓફ ગુજરાતના એકઝીકયુટીવ કાઉન્સલ મેમ્બર ડો. હેમંત ભટ્ટ અને ડો. ઉદીત પંડયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:26 pm IST)