રાજકોટ
News of Monday, 4th December 2017

ઓખી વાવાઝોડુઃ રાજકોટ પાલીકા દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ...

સાંજે ૪ વાગ્યે તાકિદની બેઠકઃ જયુબેલી તથા ફાયર-ઇમરજન્સીમાં કન્ટ્રોલરૂમઃ તંત્ર હાઇએલર્ટ : 'ઓખી' વાવાઝોડુ દક્ષિણ ગુજરાત થી ૮૫૦ કિ.મી. દુરઃ દરીયા કિનારે ૫૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે ફુંકાતા પવનઃ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચશે

રાજકોટ તા. ૪ : દક્ષિણ ભારત તરફથી ગુજરાત ભણી આવી રહેલા ''ઓખી'' નામક વાવાઝોડાની રાજકોટ શહેરમાં થનારી સંભવિત અસરો સામે તંત્રને ''એલર્ટ'' કરી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ તંત્રે હાથ ધરવાની થતી આગોતરી તૈયારી શરૂ કરાવી દીધી છે. આજથી રાજકોટ મહાનગરપાલિકાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દીધા છ.ે જેથી કરીને કોઇપણ આપતકાલીન પરિસ્થિતિમા લોકોની ફરીયાદીનો ત્વરિત નિકાલ લાવી શકાય.

મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યા અનુસાર વાવાઝોડાની સંભવિત અસરો સામે અસરકારક રાહત બચાવની કાર્યવાહી થઇ શકે તે માટે આજે સાંજે ૪ કલાકે સંબંધિત અધિકારીઓની એક તાકિદની બેઠક મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે યોજવામાં આવી રહી છે જેમાં ત્રણેય નાયબ કમિશનરઓ, તમામ સીટી એન્જીનીયરઓ, ફાયર એન્ડ ઇમરજન્સી ડીપાર્ટમેન્ટના અધિકારીઓ, સુરક્ષા વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. મહાનગરપાલિકા વાવાઝોડા દરમ્યાન પી.જી.વી.સી.એલ.તથા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તેમજ અન્ય આનુસંગિક એજન્સીઓ સાથે મળીને આ કુદરતી આપતીનો સામનો કરવા સુસજજ થઇ ગયેલ છે. મહાનગરપાલિકા દ્વારા લોકોની સુગમતા માટે એક કંટ્રોલ રૂમ જયુબિલી ગાર્ડન ખાતે (ફોન રરરપ૭૦૭) અને બીજો કંટ્રોલ રૂમ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં (ફોન રરર૭રરર) કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે વાવાઝોડા દરમ્યાન ભારે વરસાદ કે ભારે તોફાની પવન દરમ્યાન ઉભી થનારી કોઇપણ વિકત પરિસ્થિતિમાં પાણી ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ વગેરે જેવી આવશ્યક સેવાઓ ડીસ્સર્બના થાય અને ભારે પવનને કારણે જો કોઇપણ અકસ્માત થાય તો તેવા સંજોગોમાં તાત્કાલીક આવશ્યક રાહત બચાવ કાર્ય સેવા ઉપલબ્ધ થઇ શકે તે માટે જરૂરી તમામ પગલા લેવામાં આવ્યા છે.

(5:06 pm IST)