રાજકોટ
News of Monday, 4th December 2017

વિધાનસભા ૭૦ માં 'આપ'ના ગીરીશ મારવીયાનો ડોર ટુ ડોર પ્રચાર વેગવંતો

ટ્રાફીક સમસ્યા સુધારી, ફ્રી પાર્કીંગ વ્યવસ્થા કરાવવા કોલ

રાજકોટ તા. ૪ : વિધાનસભા ૭૦ માં ચુંટણી લડી રહેલા ગીરીશ મારવીયાએ ડોર ટુ ડોર પ્રચારને વેગ આપ્યો છે. લોકોની સમસ્યાઓના ઉકેલ માટે ખાત્રી બધ્ધ વ્યવસ્થાઓ જાહેર કરી રહ્યા છે.

તેઓએ ચુંટણી ઢંઢેરો જાહેર કરી જણાવ્યુ છે કે અમે સત્તા સંભાળશુ તો ટ્રાફીક સમસ્યા તાકીદાના ધોરણે સુધારાશ. દિલ્હીની માફક મહોલ્લા કિલીનીક શરૂ કરીશું અને વોર્ડ વાઇઝ ફરીયાદ પેટી મુકાવી તે સુચનો વિધાનસભા સુધી પહોંચાડીશું. સરકારી શાળામાં ખાનગી શાળા જેવી સુવિધા અને દિલ્હી જેવી રેનબસેરા વ્યવસ્થા કરીશું. લાઇટ બીલમાં રાહત અપાવીશું. વાહન પાર્કીંગ ફ્રી કરાવીશું. વૃધ્ધો માટે આરામદાયક ઇવનીંગ પોષ્ટ અને બગીચાની વ્યવસ્થા કરાવાશે.

બાળકો માટે પણ વોર્ડ વાઈઝ રમત ગમતની વ્યવ્સ્થાઓ ઉભી કરાશે. ધારાસભાની ગ્રાન્ટનો લોકોની જરૂરીયાત મુજબ ઉપયોગ કરાશે. એક ટ્રોલ ફ્રી નંબર મુકાશે જેના દ્વારા પ્રજા પોતાની સમસ્યાઓ વર્ણવી શકશે. ટોલ ટેકસ નાબુદ કરવા પ્રયાસો કરાશે. તેમ ગીરીશ મારવીયાએ ચુંટણી ઢંઢેરામાં જણાવેલ છે.

વિધાનસભા ૭૦ના મેનીફેસ્ટોનું રીસર્ચ વિશ્લેષણ તેમજ ચર્ચા વિચારણાઓ તમેજ ડપ્રચાર કાર્યમાં રાજકોટ ઝોન અધ્યક્ષ સોનલબેન ડાંગરીયા, પાર્ટીના લીગલ સેલના એડવોકેટ અરૂણ દવે તેમજ અન્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:36 pm IST)