રાજકોટ
News of Wednesday, 4th November 2020

ધીમી ગતિની ઠંડીની વધઘટ સાથે હવે ટાંકાઓમાં પાણી પણ ઠંડુ થવા લાગ્યું

જો કે બપોરના સમયે ઉનાળા જેવી ગરમીનો માહોલ

રાજકોટ, તા. ૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડીની અસર વધવા લાગી છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારે શિયાળાજેવું વાતાવરણ અનુભવાય છે.

વહેલી સવારે ઠંડીના કારણે પાણીના ટાંકાઓમાં પણ પાણી ઠંડુ થવા લાગ્યું છે અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો છે.

આજે રાજયમાં સૌથી નીચુ લઘુતમ તાપમાન કચ્છના નલીયામા ૧૪.પ ડીગ્રી, રાજકોટમાં ૧૭.ર ડીગ્રી નોંધાયું છે.

સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજયમાં દિવાળી પહેલા જ સવારે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે અને તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થવા લાગ્યો છે.

મોટાભાગના શહેરોમાં રાત્રીથી સવાર સુધી ઠંડી અનુભવાઇ હતી. જો કે બપોરે ૩પ સે. આસપાસ તાપમાન પહોંચી જતા મિશ્ર ઋતુ રહી છે.

આગામી પાંચ દિવસ સુધી હવામાન સુકુ અને સૂર્યપ્રકાશિત રહેવાની આગાહી છે જેના કારણે દિપાવલી ખરીદી, ઘરની સાફ સફાઇ વગેરેમાં લોકોને અનુકુળતા મળી છે. આમ તો ઠંડી દિવાળી પછી શરૂ થતી હોય છે, પરંતુ આ વર્ષે અધિક આસો માસના પગલે દિવાળી દર વર્ષ કરતા મોડી છે ત્યારે ઠંડી વહેલી હોવાનું લાગી રહ્યું છે.

છેલ્લા બે દિવસથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં શિયાળાએ ગતિ પકડી છે છતાં ગરમી હજુ પીછો છોડવાનું નામ લેતી નથી.

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટમાં વિચિત્ર હવામાન થયું હતું. કાલે સવારે સૌરાષ્ટ્રનું સૌથી વધુ ઠંડુ રાજકોટ બન્યું હતું જો કે બપોરે રાજકોટ વેરાવળ રાજયનું સૌથી ગરમા ગરમ શહેર બન્યું છે.

રાજયભરમાં આમ તો શિયાળાનું આગમન થઇ ચૂકયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પાસે નીચે સરકી ર૦ ડીગ્રીની અંદર પહોંચી ગયો છે. પરંતુ બપોરે ગરમી વધી રહી છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ વિસ્તારમાં ગુલાબી ઠંડી યથાવત રહી છે.

ગઇકાલે જુનાગઢનું સવારનું લઘુતમ તાપમાન ૧૯.ર ડીગ્રી રહ્યા બાદ આજે તાપમાનનો પારો નીચે ઉતરીને ૧૮ ડીગ્રીએ સ્થિર થતાં વહેલી સવારે ગુલાબી ઠંડીનું આગમન થયું હતું.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ર.૪ કિ.મીએ રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ

તાપમાન

અમદાવાદ

૧૬.૬

ડિગ્રી

ડીસા

૧પ.ર

ડિગ્રી

વડોદરા

૧૮.ર

ડિગ્રી

સુરત

ર૧.ર

ડિગ્રી

રાજકોટ

૧૭.ર

ડિગ્રી

જુનાગઢ

૧૮.૦

ડિગ્રી

કેશોદ

૧૭.ર

ડિગ્રી

ભાવનગર

૧૯.૮

ડિગ્રી

પોરબંદર

૧૮.૬

ડિગ્રી

વેરાવળ

રર.૪

ડિગ્રી

ઓખા

રપ.ર

ડિગ્રી

ભુજ

૧૯.૬

ડિગ્રી

નલીયા

૧૪.પ

ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૯.૦

ડિગ્રી

ન્યુ કંડલા

૧૮.૭

ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૭.ર

ડિગ્રી

અમરેલી

૧૮.૦

ડિગ્રી

ગાંધીનગર

૧પ.૦

ડિગ્રી

મહુવા

૧૮.પ

ડિગ્રી

દિવ

ર૦.ર

ડિગ્રી

વલસાડ

૧૬.૦

ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૯.૩

ડિગ્રી

(11:25 am IST)