રાજકોટ
News of Friday, 4th October 2019

રાજકોટ જિલ્લામાં મગફળી રજિસ્ટ્રેશનમાં અનેક સેન્ટરો પર ધાંધિયા : કલેક્ટરને રજૂઆત

ત્રણ ગામોમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ન થતા 1500થી વધારે ખેડૂતો પરેશાન

 

રાજકોટ જિલ્લામાં મગફળી રજિસ્ટ્રેશનમાં પણ અનેક સેન્ટરો પર ધાંધિયા શરૂ થયા છે. બેડી, વાછકપર ગામ, આણંદપર, બાંધી અને કોઠારીયા ગામમાં રજીસ્ટ્રેશન કરવામાં આવતા જિલ્લા પંચાયતના સભ્ય સહિત ખેડૂતો કલેકટર કચરીમાં પહોંચ્યા હતા.

  ટેકનિકલ ખામીને કારણે ત્રણ ગામોમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન થતા 1500થી વધારે ખેડૂતો પરેશાન થયા હતા. સમગ્ર મામલે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને ટેકનિકલ ખામી દૂર કરવા માટે તાકીદ કરી છે.

(11:03 pm IST)