રાજકોટ
News of Friday, 4th October 2019

જાણીતા જૈન અગ્રણી અનિલભાઈ કેશવલાલ સંઘવીનું દુઃખદ અવસાન: આવતીકાલે સવારે ૮ વાગે સ્મશાનયાત્રા

 

રાજકોટ: વડાલ નિવાસી સ્વ. કેશવલાલ વલ્લભજી સંઘવી, હાલ રાજકોટ, ના સુપુત્ર અનિલભાઈ કેશવલાલ સંઘવી, દેના બેંકના પૂર્વ કર્મચારી, તે ઈલાબેનના પતિ, તે ગૌરાંગ તથા કુમારના પિતાશ્રી, તે વિરેન્દ્રભાઈ સંઘવી, કનક બેન રમેશભાઈ સંધાણી, તથા રેખાબેન નલીનભાઈ બાટયાના ભાઈ અને સ્વર્ગસ્થ વિનોદરાય તલક્ચંદ શાહ, મુંબઈના જમાઈ, આજરોજ શુક્રવાર તારીખ ના રોજ અરિહંત શરણ થયેલ છે. સદગતની સ્મશાનયાત્રા તેમના નિવાસસ્થાન, ઈલાવીલા, 10 સૌરાષ્ટ્ર કલા કેન્દ્રથી મોટા મૌવા સ્મશાનગૃહ જવા, આવતીકાલે શનિવારે તારીખ -૧૦-૨૦૧૯ ના સવારે આઠ વાગે નીકળશે. સદગતની આંખોનું ચક્ષુદાન કરેલ છે.

(10:49 pm IST)