રાજકોટ
News of Friday, 4th October 2019

જૈનમ : કડવા પટેલના આગેવાનોએ માં જગદંબાની આરતી ઉતારી

આજે બેસ્ટ ફેમીલી ડ્રેસીંગ સ્પર્ધા - કેન્ડલ ટોર્ચ થીમ ડે ઉજવણી કરાશે

રાજકોટ : જૈનમ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે પાંચમા નોરતે માં જગદંબાની આરતીનો શ્રી કડવા પટેલ સમાજનાં આગેવાનો સર્વેશ્રી રમણભાઈ વરમોરા, ભાવનાબેન વરમોરા, કાંતીભાઈ જાવીયાએ લાભ લીધો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાનમાં ચેતનભાઈ કોઠારી, ગીરીશભાઈ ત્રિવેદી, ડો.હેમલ મોટાણી, ધીમંતભાઈ કોઠારી, ડો.કેતનભાઈ શેઠ, આનંદભાઈ શાહ, વીરલભાઈ બાખડા, જયેશભાઈ સોના, રોહીતભાઈ કાનાબાર, પ્રદિપભાઈ વોરા ખાસ ઉપસ્થિત રહયા હતા.

ગઈકાલે બેસ્ટ હેઈર સ્ટાઈલની સ્પર્ધામાં હપાણી માહી, મહેતા હારવી, દોમડીયા ધર્મી, શાહ ખુશાલ, પારેખ નમ્રતા, ઈશા ઉંચાટ ને વિજેતા જાહેર કરેલ. સન્માનીત કરવામાં આવેલ હતા. ઉ૫રાંત બોયઝ માટે પાઘડીની સ્પર્ધામાં શાહ અક્ષીત, દોશી ક્રિશીવ, પારેખ પ્રશમ, જૈન પૂષ્પક, શાહ કેવલ, શાહ સોહીલનેને ઈનામો આપી સન્માનીત કરવામાં આવેલ હતા. ઉપરાંત આજે કેન્ડલ અને મોબાઈલ ટોર્ચ થીમ રાખવામાં આવેલ છે જેનાંથી સમગ્ર ગ્રાઉન્ડમાં આકાશગંગાનો એક અદ્દભુત નજારો જોવા મળશે.

પાંચમા નોરતે પ્રીન્સ તરીકે ઉદાણી કેવિન, શાહ પ્રિયમ, વારીયા ધર્મેન્દ્ર અને  પ્રિન્સેસ તરીકે પારેખ નમ્રતા, ઉંચાટ ઈશા, દોશી મનાલી ,આ ઉપરાંત મેલ વેલડ્રેસમાં પારેખ ભાવીક, ભાવસાર ઉત્સવ, શાહ સાહીલ તેમજ  ફીમેલ વેલડ્રેસમાં સંદ્યવી માધવી, વોરા ડીમ્પલ, વોરા ઘ્વની, કીડ્સ પ્રીન્સમાં મોદી આયુષ, જાટકીયા દિશિત, શાહ પ્રશમ, કિડ્સ પ્રિન્સેસમાં શેઠ ઘ્વની, કોઠારી શ્રુતી, મહેતા કૈરવ કીડ્સ વેલડ્રેસ પ્રીન્સમાં   મહેતા રીશી, દોશી ક્રિશીવ અને કીડ્સ વેલડ્રેસ પ્રિન્સેસમાં બારભાયા રીયા, વોરા રૂતુ, દોશી નિત્યા, ઉપરાંત  ને વિજેતા જાહેર કરેલ હતા, જયારે  ૪૦+માં મેલ વિરાણી પીયુશભાઈ, વિરાણી કલ્પેશભાઈ અને ૪૦+ફીમેલ બેસ્ટ પર્ફોમન્સમાં અંજનાબેન જસાણી, દેવાંગીબેન ખોખણી ને ઈનામો અપાયા હતા.  જજ તરીકે જીગ્નેશ પાઠક, અમીત રાણપરા,  ઉષ્માબેન વાણી, ભાવનાબેન બગડાઈ, ભરતભાઈ ત્રિવેદી, ધારાબેન પારેખ, ડો.બીનાબેન ત્રિવેદી, હિનાબેન સોના એ સેવા આપેલ હતી.

(4:05 pm IST)