રાજકોટ
News of Friday, 4th October 2019

ચાચર ચોકમાં સ્કંદમાતાની આરાધનાઃ ભાવિકો ભકિતરસમાં જોડાયા

 રાજકોટઃ ધોળકિયા સ્કૂલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં પાંચમાં નોરતે મા સ્કંદમાતાની આરાધના ભકિત કરવા પંચાયતનગર ચાચર ચોકમાં અધતન પરંતુ પ્રાચીન સંસ્કાતિના મુળને ઉજાગર કરતી ગરબીમાં ખાસ  મુખ્ય મહેમાન ફુલછાબ દૈનિકના તંત્રીશ્રી, શ્રી કૌશિકભાઈ મહેતા, સૌરાષ્ટ્ર યુનિ. ના ઉપકુલપતિ શ્રી ડો.  નિતિનભાઈ પેથાણી, આરએસએસના અગ્રણીઓ રાષ્ટ્રીય સેવા સમિતિના - મહિલા અગ્રણીઓ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરશ્રી સી. બી. ગણાત્રા  તથા બ્રહ્માકુમારીના અંજુ દીદી   ઉપસ્થિત રહયા હતા.સાત-સાત વર્ષથી આયોજિત આ ગરબીનો મુખ્ય હેતુ વિસરાતી જતી પ્રાચીન ચાચર ચોકની ગરબીઓના મૂળ ને ઉજાગર કરવાનો છે. બાર દીવાવાળી થાળી, બાજોટ, મોરપીછ, છત્રી, તલવાર, ત્રિશુલ, ઘંટારવની બેનમૂન પ્રોપર્ટીઝ તેમજ મુખ્ય સ્ટેજ પરની ભવ્યાતિભવ્ય સાક્ષાત મા જગદંબાની મૂરત તૈયાર કરનાર તેમજ લોકોને આકર્ષીત કરે તેવું સુશોભન કરનાર શ્રી કૈલાશબેન શિંગાળાની અદ્ભુત કલા તેમજ અધતન સ્ટેજ, ટેકનોલોજીથી સુસજ્જત સાઉન્ડ સિસ્ત્મ, ઈરેકટીવ લાઈટીંગ, ગરબીનું લાઈવ રેલીકાસ્ત્ર માટે શાળાના યુવા દ્રસ્ટીશ્રી ધવલભાઈ ધોળકિયાની કામગીરીને ને અભિનંદન પાઠવ્યા હતા. પાંચમાં નોરતે સમગ્ર રાજકોટનના અજોડ એવા તારા ડુંગરે થી ઉતર્યો વાઘ, ઘોર અંધારી, મન મોર બની થનગાદ કરે,ઘંટારવ રાસ, પાઘડી વાળા , માડી તારા મંદિરીયામાં, ચકરકી  ભમરડી સ્પેશિયલ જેવા અદભુત ગરબાઓની રજુઆતે પંચાયતનગરના આ ચાચર ચોકમાં ભકતજનોને ભાકિતરસ સાથે જોડયા હતા.

(3:58 pm IST)