રાજકોટ
News of Friday, 4th October 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળના કાર્યાલયનું ઉદ્દઘાટન

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મ જયંતિના પાવન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તાર અધ્યાપક મંડળના કાર્યાલયનો અધ્યાપકો અને આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં મંડળના પૂર્વપ્રમુખ પ્રો. પનારાના હસ્તે દિપ પ્રાગટયથી શુભારંભ કરવામાં આવેલ. મંડળના મહામંત્રી ડો. નારણભાઇ ડોડીયાએ સ્વાગયત અને પરિચયની સાથે નવા મંડળની રચના થયા બાદ મંડળ દ્વારા થયેલ કામગીરીની વિસ્તૃત ચર્ચા કરેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સર્વશ્રી સીન્ડિકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણી, પ્રિ. ભટાસણા, પ્રિ. નિદતભાઇ બારોટ, પ્રિ. સહદેવસિંહ ઝાલા, પ્રિ. કાલરિયા, પ્રિ. યજ્ઞેશભાઇ જોષી, પ્રિ. ચુડાસમા વિગેરેએ મંડળની કામગીરીની પ્રશંસા કરી પ્રેરક પ્રવચનો કરેલ મંડળના પ્રમુખ કિરપાલસિંહ પરમાર, મહામંત્રી નારણભાઇ ડોડિયા તથા કારોબારી સભ્યોને મંડળની સફળ કામગીરી માટે અભિનંદન આપેલ. કાર્યક્રમના ઉદ્દઘાટક અને મંડળના પૂર્વ પ્રમુખ પ્રો. પનારાએ પોતાના પ્રવચનમાં મંડળની સ્થાપના તથા તેમાં યોગદાન આપનારા જુની પેઢીનાં અધ્યાપકો ખાસ કરીને પ્રો. પી. સી.બ ારોટ, ડી. એમ. પટેલ, પ્રો. ડી. કે. શાહ, પ્રો. એમ. એમ. રાવલ, પ્રો. જે. એમ. ચુડાસમા, પ્રો. આર. જી. પરમાર તથા પૂર્વ મહામંત્રીશ્રીઓ વગેરેને યાદ કરી પોતાની લાગણી વ્યકત કરતાં કહેલ કે અધ્યાપક મંડળ માર પોતાના હકો માટે આંદોલન કરવા માટે નથી. સરકાર અને બ્યૂરોક્રેટ્સ વચ્ચે કડી બની શિક્ષણ કાર્યનાં સુચારૂ સંચાલનમાં યોગદાન આપવાનું છે. સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણીએ મંડળની કામગીરીથી પ્રભાવિત થઇ. પોતે અધ્યાપક મંડળની સાથે છે તથા મંડળનાં સિનિયર અધ્યાપકો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજનાં નવનિયુકત અધ્યાપકોને આ મંડળમાં સામેલ કરી તેઓને માર્ગદર્શન આપે તેવી હિમાયત કરી હતી. પ્રિ. યજ્ઞેશભાઇ જોશીએ જણાવેલ કે અધ્યાપક મંડળ એ માત્ર મંડળ જ નથી, એક પરિવાર પણ છે. જેમાં અધ્યાપકો એકબીજાનાં સુખ-દુઃખના સાથી બને છે. પ્રિ. નિદત બારોટ, પ્રિ. ભટાસણા, પ્રિ. સહદેવસિંહ ઝાલા, પ્રિ. કાલરિયા, પ્રિ. ચુડાસમા વગેરેએ મંડળની એકતા પર ભાર મુકી મંડળની કામગીરીને બિરદાવી હતી. અંતમાં મંડળનાં પ્રમુખ ડો. કિરપાલસિંહ પરમારે ઉપસ્થિત તમામનો આભાર માની મંડળે કરેલ કામગીરી ખાસ કરીને યુનિવર્સિટી લેવલનાં તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મળેલ સફળતાની વાત કરી. મંડળનું કાર્યાલય ખરીદવામાં જે પૂર્વ અધ્યાપકોએ આર્થિક યોગદાન આપેલ છે, તે તમામને યાદ કરી તેઓએ શરૂ કરેલ સેવા યજ્ઞને આગળ ધપાવવાની ખાતરી આપેલ. કાર્યક્રમનું સંચાલન એમ. વી. એમ. આટ્ર્સ કોલેજનાં ડો. બી. એન. પરમાર તથા આભારવિધિ ડો. ચંદારાણા કરેલ.

(3:57 pm IST)