રાજકોટ
News of Friday, 4th October 2019

રાધે રાધે રાધે... પ્રાચીન - અર્વાચીનના ફયુઝન ઉપર ઝૂમ્યા હજારો ખેલૈયાઓ

જૈન વિઝનના રાસોત્સવમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોને સાયકલનું વિતરણ

રાજકોટ :  જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં ગઈ રાત્રે પણ પ્રાચીન-અર્વાચીનના ફ્યુઝન ઉપર હજારો ખેલૈયો ઝૂમી ઉઠ્યા હતા. રાધે.. રાધે.. રાધે.. સહિતના ગીત ઉપર ખેલૈયાઓને થીરકવા મજબુર કરી દીધા હતા.

ગઈ રાત્રે થેલેસીમિયાગ્રસ્ત બાળકોને સ્વ પીયૂષભાઈ કામદારના સહયોગથી કામદાર પરિવારના મોભી દામનીબેન કામદાર અરુણાબેન મણિયાર વિભાબેન હિતેશ મહેતા માલબેન મનીષ મહેતા ની ઉપસ્થિતિમાં સાયકલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અનુપમભાઇ દોશી, પ્રતીક સંઘાણી, મિત્ત્।લ ખેતાણી સુનિલભાઈ શાહના હસ્તે ૯ બાળકોને સાયકલ આપવામાં આવી હતી.

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના જણાવ્યા અનુસાર ગઈ રાત્રે આ રાસોત્સવ નિહાળવા માટે પ્રખર ધારાશાસ્ત્રી અનિલભાઈ દેસાઈ, અમીનેશભાઈ રૂપાણી, રાજુભાઇ રૂપાણી, જૈન અગ્રણી ગીશભાઈ ખારા, જૈન અગ્રણી દર્શનભાઈ શાહ, એડવોકેટ કમલેશભાઈ શાહ, જાણીતા બિલ્ડર જેનિસભાઈ અજમેરા, પીયૂષભાઈ મહેતા, પ્રવીણભાઈ કોઠારી, વિભાસભાઈ શેઠ, હેમલભાઈ મહેતા, પલ્લવીબેન મહેતા, દીપકભાઈ પટેલ, સુભાષભાઈ રવાણી, કાળુમામાં, અનુપમભાઈ દોશી, મિત્ત્।લભાઈ ખેતાણી, સી પી દલાલ, હસમુખભાઈ શાહ, પરેશભાઈ સંઘાણી, મનીસભાઈ દેસાઈ, આજકાલ ગ્રુપના પરેશભાઈ દવે, કમલેશભાઈ મોદી, સુરેશભાઈ કામદાર, જયેદ્રભાઈ મહેતા, કાનભાઈ એગ્રો, ચીમનભાઈ દોશી, જયેશભાઇ ભલાણી, અંબા આશ્રિત, દીપકભાઈ પાટડીયા, અતુલભાઈ જોશી, જયેદભાઈ ભટ્ટ, દિનેશભાઈ વિરાણી, મનુભાઈ વઘાસિયા, નીતાબેન વઘાસિયા, નરેશભાઈ મહેતા, ડો.અશોક મહેતા, અજયભાઈ શેઠ, કોમલબેન શેઠ, જયેશભાઇ દોશી, અશોકભાઈ ચંદ્રેવાડિયા, આશીતભાઈ સોનપાલ, રશ્મિબેન દેસાઈ, જાગૃતિબેન શેઠ, ઝરણાબેન શેઠ, શિલાબેન મહેતા, હેતલાબેન શાહ, મેહુલભાઈ રાડીયા, વિકાસભાઈ પટેલ, નિલભાઈ મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રિન્સ પ્રિન્સેસમાં હષ કોઠારી, મીત ગાંધી, જલપા દેસાઈ, કીતા શાહ, મલય દોશી, રાજ શાહ, અભિષેક કોઠારી, પ્રથમ મહેતા, ઈશીતામાવાણી, વિધીવખારીયા, દેવાગી મહેતા, દીક્ષિતામહેતા, કિડસ વેલડેસ, અને કિડ્સમાં નિશાત વોરા, કીયા મહેતા, નિલય વોરા, આયુષ શાહ, હેતવી સંઘવી, જીનલ જાકટીયા સહિતનાએ બાજી મારેલ હતી.

(3:52 pm IST)