રાજકોટ
News of Friday, 4th October 2019

રાત પડે ને દિ' ઉગે સહિયરમાં... ક્ષત્રિય સમાજની બહેનોના તલવાર રાસ

ખેલૈયાઓ હેલ્મેટ પહેરી રાસે રમ્યા : દરરોજ લાખેણા ઈનામો : સુરેન્દ્રસિંહ વાળા અને તેની ટીમ ઉપર અભિનંદનવર્ષા

રાજકોટ : રાસોત્સવમાં શ્રેષ્ઠતમ છબી ઉપજાવતા સહિયર રાસોત્સવને અપ્રિતમ સફળતા સાંપડી છે, આયોજનના તમામ પાસાની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠનો ખિતાબ ખેલૈયાઓને હૈયે અંકિત થઈ રહ્યો છે. માત્ર રમત નહિં પણ સહિયરનો રાસ નિહાળવા ઓડીયન્સ ગેલેરી પણ ભરચક્ક જોવા મળે છે.

યુવાધન દિન - પ્રતિદિન રાસની રંગત કંઈક ઔર જ જમાવી રહ્યા છે. શહેરની ટ્રાફીક સમસ્યાનો સૌથી મોટો ઉકેલ જનજાગૃતિ છે, તેવુ સમજતા યુવા ખેલૈયાઓએ આજરોજ ન્યુ તાલ ગ્રુપ, ધૈર્ય પારેખ તથા અહેમદ આંધના માર્ગદર્શન સાથે સ્પેશ્યલ 'હેલ્મેટ રાસ' રમાડ્યો હતો જેમાં ૧૦૦થી વધુ ખેલૈયાઓએ હેલ્મેટ પહેરીને રાસે રમ્યા હતા.

સહિયરના વિશેષ આકર્ષણ રૂપે ક્ષત્રિય સમાજની દિકરીઓએ તલવાર રાસની રંગત જમાવી હતી, જેમાં વિશેષ રૂપે દિકરીઓએ એક સાથે ચાર તલવાર સમણીને નારી શકિત પ્રદર્શન કર્યુ હતું. શરૂના પ્રથમ દૌરમાં માતાજીના પ્રાચીન ગરબાથી શરૂ કરી રાહુલ મહેતા તથા ચાર્મી રાઠોડે ઉતર ગુજરાતના ગીતો પર રમઝટ બોલાવી હતી, બીજા દોરનો પ્રારંભ કરતા ઉદ્દઘોષક તથા  ગાયક તેજસ શિશાંગીયાએ પોતાની ઓળખ આપી 'જાગો ભવાની' સ્તુતિથી શરૂઆત કરતા વાતાવરણ ભાવવાહી થયુ હતું, સુફીરંગ ઉમેરતા સાજીદ ખ્યારથી રંગત બાદ ટીટોડો અને ડાકલાના તાલે ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા હતા.

વંદે માતરમ્ ગાનથી માતૃભૂમિને વંદન કરતા ૧૨ના ટકોરે રાસોત્સવને અલ્પવિરામ અપાયો હતો.

પાંચમા નોરતે જુનિયર પ્રિન્સ - માસુમ મીર, બ્રીજ મકવાણા, વેલડ્રેસ - ક્રિશ મદલાણી, સીનીયર પ્રિન્સ - પ્રેમ જાદવ, રવિ જરીયા, જયદીપસિંહ પરમાર, જય જોષી, વેલડ્રેસ - વિશાલ મકવાણા, જુનિયર પ્રિન્સેસ વૈભવી મહેતા, ધ્રુવી પરમાર, સીનીયર પ્રિન્સેસ મીલી માવાણી, ક્રિષ્ના વાઢેર, પૂર્વી નથવાણી, નેહા ગુપ્તા વિશેષ આકર્ષણ પ્રાઈઝ કાનજીભાઈ રાણપરીયા તથા ગીરધરભાઈ ભાલોડીયાને અપાયુ હતું.

ઈનામ વિતરણ પીએસઆઈ આર.એન. હાપલીયા પરીવાર, હસમુખભાઈ ગોહિલ, બેન નીતુબા ગોહીલ, ગીરવાનસિંહ વાળા પરીવાર, નરેન્દ્રસિંહ વાળા, રાજદીપસિંહ વાળા, અનિરૂદ્ધસિંહ વાળા, ડી.એન. પટેલ (પટેલ ટીમ્બર), સિદ્ધરાજસિંહ વાળા, વિશ્વરાજસિંહ વાળા, ઈન્દ્રજીતસિંહ જાડેજા, છત્રપાલસિંહ વાળા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ઋતુરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, યોગીરાજસિંહ તલાટીયા, બહાદુરભાઈ માંજરીયા, નયનભાઈ સુરેજા, કૃષ્ણદેવસિંહ વાળા, કર્મદીપસિંહ વાળા, બ્રીજરાજસિંહ વાળા, યશપાલસિંહ વાળા, વિજયસિંહ જાડેજા, ટીનાભાઈ હડીયાએ એનાયત કર્યા હતા.

સ્પે.ગ્રુપ પ્રાઈઝ ન્યુ તાલ ગ્રુપને હેલ્મેટ રાસ માટે પ્રેસીડેન્ટ શ્રી સુરેન્દ્રસિંહ વાળા, ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, ક્રિષ્નપાલસિંહ વાળા દ્વારા અપાયા હતા.

સહિયરના આયોજકો સર્વશ્રી સુરેન્દ્રસિંહ વાળા, વાઈસ ચેરમેન શ્રી ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, સેક્રેટરી કૃષ્ણસિંહ જાડેજા, ઈવેન્ટ પ્લાનર ક્રિષ્નપાલસિંહ વાળા, રાજેન્દ્રસિંહ ચુડાસમા (મામા સરકાર) તથા આયોજકો સર્વશ્રી વિજયસિંહ ઝાલા, જયદીપભાઈ રેણુકા, સમ્રાટ ઉદેશી, પ્રકાશભાઈ કણસાગરા, જતીન આડેદરા, હિરેન ચંદારાણા, બંકીમભાઈ મહેતા, ડી.એન.પટેલ, રાજવીરસિંહ ઝાલા, મિથુનભાઈ સોની, પરેશભાઈ પાટડીયા, નિલેશભાઈ ચિત્રોડા, રાહુલસિંહ ઝાલા, જગાભાઈ પટેલ, પંકજભાઈ ફીચડીયા, ભરતભાઈ ઢોલરીયા, ધૈર્ય પારેખ, સુશીલભાઈ ફીચડીયા, કર્ણભાઈ દિપકસિંહ જાડેજા, અહેમદ સાંધ, મનસુખભાઈ ડોડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ખખ્ખર, શૈલેષભાઈ પંડ્યા, મિલનભાઈ ગોહેલ, સુનિલ પટેલ, નીકુભાઈ, કે.સી. ગોહિલ, નરેન્દ્રસિંહ જાડેજા, વિકી ઝાલા, અમિષેક અઢીયા, કરણ આડતીયા, રાજન મહેતા અને રવિરાજસિંહ જાડેજા સહિયરની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:45 pm IST)