રાજકોટ
News of Friday, 4th October 2019

નશાખોરો પર પોલીસની તવાઇઃ 'ડમડમ' થઇ વાહન હંકારતા ૮ શખ્સ ઝડપાયા

રાજકોટ, તા.૪: શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા દેશી દારૂના ધંધાથીઓ પર ઘોંસ બોલાવી રહી છે. હવે નશાખોરો પર પણ ઘોંસ બોલાવી જુદા-જુદા સ્થળે 'ડમડમ' થઇ વાહન હંકારતા આઠ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ વેલુભા ઝાલા  સહિત વાહન ચેકીંગમાં હતા ત્યારે મવડી રોડ અલ્કા સોસાયટી પાસેથી દારૂ પી જીજે.૩ ડીપી-૨૯૫૬ નંબરનું બાઇક લઇને નિકળેલા જયેશ વજુભાઇ સાપરીયા (ઉ.વ.૨૮) (રહે.અમરનગર-ર શેરી નં.૯) ને , જંકશન મેઇન રોડ, ગાયકવાડી શેરી નં. પ પાસેથી પ્રનગર પોલીસ  મથકના હેડકોન્સ અશોકભાઇ કલાલ સહિતે રાજેશ રવજીભાઇ રાઠોડને પીધેલી હાલતમાં જી.જે.૩ એલ.ડી.૮૩૭ નંબરનાં બાઇક સાથે, રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી દારૂ પી જીજે.૧૧બીએલ-૯૯૪૪ નંબર બાઇક લઇને નિકળેલા રાજન જતીનભાઇ કાસુંદ્રા (ઉ.વ.૨૧) (રહે.જુના જાગનાથ પ્લોટ શેરી નં.૬/૧૩નો કોર્નર) ને તથા ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ.એસ.એન.મોરી, તથા ગોપાલભાઇ સહિતે દોઢસો ફુટ રોડ ઇન્દીરા સર્કલ પાસેથી જીજે-૩ ડીએ ૭૮૦૧ નંબરનું બાઇક લઇને નિકળેલ અનીલ હરીશભાઇ રાઠોડ (ઉ.વ.૨૮) રહે. વૈશાલીનગર શેરી નં.૧૦, રૈયા રોડ) ને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધો હતો. જયારે ઇન્દીરા સર્કલ પાસેથી દારૂ પી જી.જે.૩ બીટી-૭૯૪૮ નંબરની રીક્ષા લઇને નીકળેલા હેમત પ્રેમજીભાઇ દાફડા (ઉ.વ.૩૫) (રહે.કાલાવડ રોડ, આંબેડકર નગર શેરી નં.૨)ને તથા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી ડામોર સહિતે ન્યુ ૧૫૦ ફુટ રોડ પાટીદાર ચોક પાસેથી દારૂ પી જી.જે. ૩ એલસી-૯૦૩૬ નંબરનું એકસેસ લઇને નિકળેલા લખધીરસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૪૮) રહે.કાલાવડ રોડ કટારિયા શો રૂમ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર) ને પાટીદાર ચોક પાસેથી દારૂ પી જીજે.૩ ઇજી-૭૯૨૯ નંબરનું એકટીવા લઇને નીકળેલા અનીલ જમનભાઇ દેલવાડીયા (ઉ.વ.૫૩) (રહે. ગોલ્ડ નેસ્ટ એપાર્ટમેન્ટ એ-વીંગ ફલેટ નં.૨૦૨) ને તથા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ એચ.જે.જાડેજા સહીતે સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગર કવાર્ટર પાસેથી દારૂ પી જી.જે. ૩ કે.એમ. ૨૮૯૨ નંબરનું એકટીવા બાંભવા (ઉ.વ.૪૦) (રહે.મીરાનગર શેરી નંફ૪ રૈયા રોડ)ને પકડી લીધો હતો.

રેસકોર્ષ ગ્રાઉન્ડમાંથી હસન છરી સાથે ઝબ્બે

પ્રદ્યુમનનગર પોલીસ મથકના હેડ કોન્સ અરવિંદભાઇ મકવાણા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં રાસ ગરબાના પાર્કીગમાંથી હસન દોસ્ત અલીભાઇ કલોયા (ઉ.વ.૨૩) (રહે.કોઠારીયા સોલવન્ટ રસુલપરા હુસેનીચોક) ને જીજે.૩ બીયુ-પર૯૯ નંબરની રીક્ષામાંથી રૂ.૫૦ની કિંમતની છરી સાથે પકડી લીધો હતો.

(3:40 pm IST)