રાજકોટ
News of Friday, 4th October 2019

રૂ ૪.૮૦ લાખના ચેક રિર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

આરોપી ચેક મુજબનું વળતર ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ

રાજકોટ તા ૪  : અત્રે ઘનશ્યામ કો.ઓ.ક્રેડીટ સોસાયટી ના રીકવરીના કર્મચારી રમેશભાઇ મોહનભાઇ ચાવડા, રહે. રાજકોટ વિરૂધ્ધ સંજય નારણભાઇ ગોહેલ, રહે. રાજકોટ. આ કામના આરોપી એટલે કે સંજયભાઇ નારણભાઇ ગોહેલ, જે ઘનશ્યામ કો.ઓ. ક્રેડીટ સોસાયટી ના ગ્રાહક છે અને સોસાયટીના સભ્ય દરજ્જે સોસાયટીમાંથી લોન મેળવેલ હતી અને આરોપીએ સોસાયટીની લોનની લેણી નીકળતી રકમ પેટે ફેડરલ બેન્ક રાજકોટનો ચેક નં. ૦૩૨૨૧૩, રૂા ૪,૮૦,૦૦૦/- ચેક આપેલ હતો, જે ફરીયાદીએ બેન્કમાં કલીયરીંગમાં રજુ કરતાં ''ફંડ ઇનસફીશ્યન્ટ'' ના શેરા સાથે પરત ફરેલ હતો. આ કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

સદરહુ કેસમાં આરોપી સંજય નારણભાઇ ગોહેલ સામે કરેલ ફરીયાદમાં ફરીયાદીનો પુરાવો લેવામાં આવેલ અને ત્યારબાદ ફરીયાદીના એડવોકેટ શ્રી અભિષેક એન. શુકલ દ્વારા દલીલો કરવામાં આવેલ, ત્યારબાદ રાજકોટના એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટે આખરી હુકમ કરી એવું ઠરાવેલ કે આરોપી સંજયભાઇ એન. ગોહેલેે ફરીયાદીની કાયદેસરની લેણી નીકળતી રકમ પેટે ચેક આપેલ અને આરોપી સંજયભાઇ એન. ગોહેલને ક્રિમીનલ પ્રોસીજર કોડ કલમ ૨૫૫(ર) અન્વયે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ ના ગુના  સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા કરવામાં આવે છે  તથા આરોપી સંજયભાઇ એન. ગોહેલને ક્રિમીનલ પ્રોસીજર કોડકલમ-૩૫૭(૩) અન્વયે ફરીયાદીને વળતર પેટે રૂા ૨,૮૪,૦૦૦/- દિવસ ૬૦ માં ચુકવી આપવા. આરોપી દંડ ચુકવવામાં કસુર કરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ.

ફરીયાદી સંજયભાઇ નારણભાઇ ગોહેલ વતી રાજકોટના એડવોકેટ શ્રી નલીનભાઇ કે. શુકલ, અભિષેક એન. શુકલ, ભરત ટી. ઉપાધ્યાય, જય એન. શુકલ, ધર્મેશ કે. દવે, અજય કે. પરમાર, કિશન આર. મેવાડા રોકાયેલા હતા.

(3:38 pm IST)