રાજકોટ
News of Friday, 4th October 2019

સદ્દગુરૂ આશ્રમે જામ્યો મીની કુંભ મેળો : સાધુ સંતોની પાવન પધરામણી

રાજકોટ : સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ દ્વારા પૂ. રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે  નવરાત્રી નિમિતે શ્રીરામચરીત માનસ પાઠનું આયોજન કરાયુ છે. આ દરમિયાન ભારતભરમાંથી નેપાળ, અયોધ્યા, અલ્હાબાદ, પ્રયાગરાજ, નાસીક, ઉજજૈન, રાજસ્થાન સહિતના રાજયોમાંથી સાધુ સંતોની આશ્રમ ખાતે પધરામણી થઇ રહી છે. મીની કુંભમેળા જેવો માહોલ સર્જાયો છે. 'આશ્રમ હી ચાર ધામ હૈ'ના પૂ. રણછોડદાસજી બાપુએ કરેલા ઉદ્દગારો ચરીતાર્થ કરતા દ્રશ્યો રોજ જોવા મળી રહ્યા છે. તમામ સાધુ સંતો માટે દરરોજ સવારે પૌષ્સ્ટીક બાલભોગ, બપોરે ભંડારો, રાત્રે બ્યારારૂ (દુધ સાથે અપાતુ) ભોજન પીરસાઇ રહ્યુ છે. રામચરીત માનસ પાઠનું રટણ અને સાધુ સંતોના આગમનથી આશ્રમમાં અનેરો માહોલ સર્જાયો છે.

(3:37 pm IST)