રાજકોટ
News of Friday, 4th October 2019

રાજકોટ જિલ્લા સહકારી બેંકને બેંકીંગ ફ્રન્ટીયર એવોર્ડ-૧૯

બેસ્ટ નેટ એન.પી.એ. મેનેજમેન્ટ બેંક જાહેર

રાજકોટ જિલ્લા સહકારી બેંકના મેનેજર જે.વી. બોડા અને કે.જી. રાદડીયાએ મુંબઇ ખાતે બેકીંગ ફ્રન્ટીયર એવોર્ડ ૨૦૧૯ સ્વીકારેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા.૦૪: શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. ના મેનેજરશ્રી વી.એમ. સખીયાએ જણાવ્યા મુજબ ખેડૂત અગ્રણી, પૂર્વ સાંસદશ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાના સુદ્રઢ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે. બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના કુશળ વહીવટના કારણે નાબાર્ડે પાયોનીયર બેંક તરીકે બિરદાવેલ છે. વર્ષોથી બેંકીંગ ક્ષેત્ર રીસર્ચ કરી રહેલ છે. ગ્લોકલ ઈન્ફોમાર્ટ - મુંબઇ દ્વારા તાજેતરમાં યોજાયેલ બેંકીંગ ફ્રન્ટીયર એવોર્ડ-૨૦૧૯માટે શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ  કો-ઓપ રેટીવ બેંક લી. એ ભાગ લેતા. આ બેંકની બેસ્ટ નેટ એનપીએ મેનેજમેન્ટની શ્રેષ્ઠ કામગીરી બદલ લઇ શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો- ઓપરેટીવ બેંક લી.ને 'બેંકીંગ ફ્રન્ટીયર એવોર્ડ -૨૦૧૯' (બેસ્ટ નેટ એનપીએ મેનેજમેન્ટ બેંક) વિજેતા જાહેર કરેલ છે.

શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપિેટીવ બેંકને પાંચ વખત નાબાર્ડ પરફોર્મન્સ એવોર્ડ નાફસ્કોબ' તરફથી બે વખત એન્યુઅલ પરફોર્મન્સ એવોર્ડ તેમજ જી.એસ.સી બેંક દ્વારા દશાબ્દી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. મુંબઇ ખાતે યોજાયેલ બે દિવસના કો-ઓપરેટીવ બેંક સમિટનુ આયોજન કરેલ તેમા બેંકોના ૫૦૦ પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. આ સુંદર સેમિનારમાં બેંકના કરન્ટ સીનીયરોને લગતી બાબતો તેમજ ડિપોઝીટ , ધીરાણો , વસુલાત , એન.પી.એ. ઈન્ફોર્મેશન ટેકનોલોજી , ડીઝીટલાઇઝેશન અને સાઇબરક્રાઇમ  અટકાવવા અંગે વિશેષ માર્ગદર્શન મળેલ હતુ. આવા એવોર્ડ સેરેમનીમાં બેંકના મેેનેજર શ્રી પર્સોનેલ શ્રી જે.વી. બોડા તથા મેનેજર શ્રી (લોન્સ) શ્રી કે.જી. રાદડીયાએ બેંકવતી એવોર્ડ સ્વીકારેલ હતો. આમ આ બેંકને વધુ એક 'બેંકીંગ ફ્રન્ટીયર એવોડ-૨૦૧૯ર્' મળતા બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ તમામ સ્ટાફમાં આનંદ અને ઉત્સાહ જોવા મળેલ છે.

(3:34 pm IST)