રાજકોટ
News of Friday, 4th October 2019

કનૈયાનંદ રાસોત્સવે બાળ ખેલૈયાઓને ઘેલુ લગાડ્યુ : મહેમાનો આફરીન

રાજકોટ : ટાગોર રોડ ઉપર નગર બોર્ડીંગના મેદાનમાં ચાલી રહેલા સરગમ ચિલ્ડ્રન કલબ આયોજીત કનૈયાનંદ રાસોત્સવમાં બાળ ખેલૈયાઓને ગરબે રમતા નિહાળવા એક લ્હાવો છે. આ રાસોત્સવમાં બાળ ખેલૈયાઓએ જુદા જુદા ગીતના તાલે ગરબા પણ લીધા હતા. કનૈયાનંદ રાસોત્સવમાં અમિતભાઈ હપાણી, દિપેશભાઈ હપાણી, રમાબેન હેરમા, ભરતભાઈ હેરમા, દક્ષાબેન ભટ્ટ, વિજયાબેન પરમાર, જયસુખભાઈ ડેલાવાળા, લતાબેન તન્ના, આશાબેન શાહ, રેણુકાબેન યાજ્ઞિક, ચંદ્રિકાબેન ધામેલીયા વગેરેનો સમાવેશ થાય છે. દીપ પ્રાગટ્ય આરતી શ્રી એમ. જે. સોલંકીના હસ્તે કરાવવામાં આવેલ. શુક્રવારે કનૈયાનંદ રાસોત્સવનો આનંદ માણવા માટે લાખાભાઈ સાગઠીયા, પીયુષભાઈ શાહ, જમનભાઈ ભાલાણી, દિલીપભાઈ પટેલ, પિયુષભાઈ શાહ, મુકેશભાઈ મેરજા, રાજેશભાઈ નસીત, ચંદુભાઈ કોટડીયા, મોહનભાઈ ઘેડીયા, અશ્વિનભાઈ એશિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, શિવલાલભાઈ રામાણી, ડો.હેમાંગભાઈ વસાવડા, મનસુખભાઈ ધંધુકીયા, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, કનૈયાલાલ ગજેરા, દિપકભાઈ શાહ, વલ્લભભાઈ ગોંડલીયા, ઘનશ્યામભાઈ પરસાણા, કીરીટભાઈ આડેસરા તેમજ બંને કલબના કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:32 pm IST)