રાજકોટ
News of Friday, 4th October 2019

જિલ્લા પંચાયતના સુકાનીઓ સામેની અવિશ્વાસ દરખાસ્ત સામે હાઇકોર્ટમાં ધા

પક્ષાંતરના મુદાનો ઉલ્લેખઃ દરખાસ્ત રદ કરવા માગણી

રાજકોટ તા. ૪ :.. જિલ્લા પંચાયતના કોંગ્રેસી પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપ પ્રેરિત સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત રજુ કરતા કોંગ્રેસના શાસક જુથે હાઇકોર્ટમાં ધા નાખી એજન્ડા રદ કરવા માગણી કરી છે.

અર્જુન ખાટરિયાએ જણાવેલ કે ૧૧ સભ્યોના પક્ષાંતર ધારાનો મામલો હાઇકોર્ટમાં પડતર છે. જે તે વખતે પાર્ટીના આદેશ વિરૂધ્ધ વર્તનાર સભ્યોના સભ્યપદની કાયદેસરતા અંગે પ્રશ્નાર્થ છે. કાયદાકીય સ્થિતિ જોતા અવિશ્વાસ દરખાસ્ત ટકવાપાત્ર નથી. તેથી તે અંગેનો એજન્ડા રદ કરવા અમે હાઇકોર્ટમાં ધા નાખી છે. હાઇકોર્ટે રીટની આગળની કાર્યવાહી કરવા માટે સોમવારની તારીખ નિયત કરી છે.

(1:15 pm IST)