રાજકોટ
News of Friday, 4th October 2019

રૂડાનાં પ્રોજેકટ ડાયરેકટર ધીરેન્દ્ર કાલરિયા સ્વૈચ્છીક નિવૃત્ત : વિદાયમાન અપાયું

રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ામંડળ (રૂડા)ના, નિષ્ઠાવાન,  સંવેદનશીલ પ્રોજેકટ ડાયરેકટર ધીરેન્દ્ર કાલરીયા સ્વૈચ્છીક રીતે તેઓની કરાર આધારિત ફરજ તે વખતની તસવીર  ઉપરથી નિવૃત થતા રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા ના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજવામાં આવેલ. કાલરીયા દ્વારા રૂડાના વર્ષ ૨૦૧૮માં ઠપ થઇ ગયેલ વિકાસ કામોને વેગવંતા બનાવવા ઉચ્ચ અધિકારીઓનો વિશ્વાસ સંપાદન કરીને તન મનથી એક જબરજસ્ત અભિયાન શરુ કર્યું, પરિણામ સ્વરૂપે અંદાજે રૂ ૨૦૦ કરોડ ઉપરાંતના ગરીબોના આવાસો શરૂ કરાવ્યા, રિંગ રોડમાં કપાતમાં આવતી જમીન માલિકો પાસેથી અગાઉ સ્વૈચ્છીક રીતે જમીન ન  મળતાબંધ પડી ગયેલ રિંગ રોડના કામો, ઉચ્ચ અધિકારીઓ તેમજ રૂડા સ્ટાફને સાથે રાખી,જમીન માલિકોને રાષ્ટ્ર હિતમાં સહકાર આપવાની વિનંતી કરી, રોડ માટે ની જમીન મેળવીને રિંગ રોડ ૨ ના કામોમાં ફરીથી ધમધમાટ શરૂ કરાવ્યો.માધાપરથી બેડી માલિયાસણ બાયપાસ રિંગ રોડ ઉપર ૧૨ કિલોમીટર લંબાઈમાં એલઇડી લાઈટ પ્રોજેકટ પૂર્ણ કરાવ્યો, રૂડા સમાવિષ્ટઙ્ગ તમામ ગામોએ રૂ ૧૦ લાખની રકમના વિકાસ કામો શરૂ કરાવ્યા.વિશેષ રૂડા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર તંગી ભોગવતા વિકસિત વિસ્તારને આવરી લેતી ૨૪ ગામોની અંદાજે રૂ ૮૦ કરોડની યોજનાને મંજુર કરાવી ટેન્ડર મન્જુરી સ્ટેજે પહોંચાડવામાં તેઓનું યોગદાન નોંધનીયછે. રૂડાના વિકાસ કામો ગુણવતા સભર તેમજ પારદર્શક રીતે થાય તે માટે એક જબરજસ્ત પ્રયત્ન કર્યો અને પરિણામ પણ મેળવ્યા. રૂડાના મુખ્ય અધિકારીશ્રી ગણાત્રા, ટીપીઓ ચૌહાણ, વહીવટી અધિકારી લૂકા, કાર્યપાલક ઈજનેર ગોંડલીયા સર્વે દ્વારા કાલરિયાની નિષ્ઠા પૂર્વકની પ્રામાણિક ફરજની મુકત મને પ્રસંશા કરેલ. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન તેમજ સ્ટાફ દ્વારા મળેલ સહકાર બદલ નતમસ્તક આભાર માનેલ. કાલરિયાની જગ્યા એ નિયુકત પાણી પુરવઠા બોર્ડના નિવૃત મુખ્ય ઈજનેર  બીજલ કુમાર મારુનું રૂડામાં  સ્વાગત કરવામાં આવેલ હતું.

(3:39 pm IST)