રાજકોટ
News of Tuesday, 4th September 2018

રાજકોટ જિલ્લા પંચાયતની સભામાં ડીડીઓએ આપેલ સ્ટે મુદ્દે કોંગ્રેસ હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે

 

રાજકોટ જિલ્લા પંચાયતની ગત સભામાં ડીડીઓએ આપેલા સ્ટેને લઇને હવે કોંગ્રેસના સભ્યો લડી લેવાના મુડમાં છે. ડીડીઓએ આપેલા સ્ટે સામે કોગ્રેસ હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે

 જિલ્લા પંચાયના પ્રમુખના પતિ અર્જુન ખાટરીયાએ કહ્યું હતું કે સભા સાડા દસ વાગ્યાના અરસામાં શરૂ થઇ હતી, જ્યારે કે સ્ટે મુક્યાનો મેઇલ 11 વાગીને ત્રણ મિનિટે આવ્યો હતો. ચાલુ સભાએ સ્ટે આપી શકાય તેમ છતા આમ કરવામાં આવ્યુ હતુ.

 બાંધકામ અને કારોબારી સમિતિની સત્તા સામાન્ય સભાને આપવા બાબતે ડીડીઓએ આપેલા સ્ટે સામે કોંગ્રેસે હાઇકોર્ટમાં ધા નાખવાનું નક્કી કર્યું છે.

(1:48 pm IST)