રાજકોટ
News of Tuesday, 4th September 2018

વાહન ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચઃ લાલપરીના વિજય કોળીને પકડ્યો

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચે વાહન ચોરીનો ભેદ ઉકેલી લાલપરી પાસે રહેતાં વિજય વેલજીભાઇ વીરસોડીયા (કોળી) (ઉ.૩૨)ને ચોરાઉ હોન્ડા સાથેની ગ્રીનલેન્ડ ચોકડીના બ્રીજ નીચેથી પકડી લીધો છે. આ હોન્ડા તેણે બી-ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કર્યુ હતું. એસીપી જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ કે. કે. જાડેજા, સિધ્ધરાજસિંહ ચુડાસમા, રાજેશભાઇ બાળા, વિરદેવસિંહ જાડેજા, ડાયાભાઇ બાવળીયા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, વિજયભાઇ ડાંગર, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી પરથી આ ગુનો ડિટેકટ થયો હતો.

(12:18 pm IST)