રાજકોટ
News of Wednesday, 4th August 2021

પોલીસ હેડ કવાર્ટર તાલીમ ભવનમાં મહિલા લોકદરબારમાં સંખ્યાબંધ ફરિયાદો

૫૦થી વધુ મહિલાઓ પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે પહોંચીઃ બપોર સુધીમાં ૧૫ જેટલી ફરિયાદોમાં સ્થળ પર સુખદ સમાધાન

રાજકોટ, તા. ૪ :. નારી સશકિતકરણ દિનની ઉજવણીના ભાગરૂપે આજે મહિલા પોલીસ દ્વારા પોેલીસ હેડ કવાર્ટરના તાલીમ ભવનમાં મહિલા સંબંધીત ફરીયાદોના નિરાકરણ માટે લોકદરબારનું આયોજન કરાયુ હતું. જેમા અંદાજીત ૫૦થી વધુ મહિલા અરજદારો પોતાની ફરીયાદના નિરાકરણ માટે આ લોકદરબારમાં આવી પહોંચી હતી. જેમાં બપોર સુધીમાં ૧૫ જેટલી ફરીયાદોમાં સ્થળ પર સમાધાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે.

સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. બારીયાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આર. પટેલની રાહબરીમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ હતું અને મહિલા સંબંધીત ફરીયાદ અને અરજીઓને લઈ ૧૬૩ અરજદારોને જાણ કરવામાં આવી હતી. આ લોકદરબારમાં મોટાભાગે ઘરેલુ હિંસાના પ્રશ્નો રજુ થયા હતા અને બપોર સુધીમાં ૧૫ જેટલા અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર સુખદ સમાધાન થયુ હતું. આ લોકદરબારમાં મહિલા પોલીસ મથકના પીએસઆઈ એચ.પી. ગઢવી, એચ.જે. લાઠીયા, જે.જી. ચૌધરી, સી.એમ. વાછાણી તથા એએસઆઈ અને હેડ કોન્સ. તથા કોન્સ્ટેબલ દ્વારા મહિલાઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

(4:09 pm IST)