રાજકોટ
News of Saturday, 4th August 2018

કોર્પોરેશન દ્વારા આલ્ફેડ સ્કુલમાં નિર્માણ પામી રહેલ મહાત્મા અનુભૂતિ કેન્દ્રની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

 રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા પૂજય મહાત્મા ગાંધીએ જયાં અભ્યાસ કાર્યો છે તે રાજકોટ શહેરની મહાત્મા ગાંધી વિદ્યાલય(આલ્ફ્રેડ હાઈસ્કુલ)માં ખુબજ સરસ મહાત્મા ગાંધીની જીવનચરિત્ર પર અનુભૂતિ કેન્દ્ર બનવવાની કામગીરી ચાલી રહેલ છે. આ કામગીરી અંતર્ગત થયેલ પ્રોગ્રેસ, બાકી રહેલ કામગીરી વિગેરે બાબતોએ જાણકારી મળી રહે તે માટે, તા.૦૧ના રોજ સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, પુર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સિટી એન્જી. અલ્પનાબેન મિત્રા, વામા કંપનીના વંદનાબેન રાજ, ડે. એન્જી. દેથરીયા, ડે. એન્જી. પ્રદિપ ભટ્ટ, તેમજ એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ. આલ્ફ્રેડ હાઈસ્કુલના તમામ રૂમમાં પૂજય. મહાત્મા ગાંધીના જીવન પર જુદી જુદી કામગીરીઓ ચાલી રહેલ છે તેની માહિતી મેળવેલ અને તેમાં જરૂરી સુધારા વધારા માટે ચર્ચાઓ કરવામાં આવેલ. આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેમ અંતમાં જણાવવામાં આવેલ.

(4:03 pm IST)