રાજકોટ
News of Monday, 4th July 2022

શાપર - વેરાવળના પારડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા બુટલેગર રંજન પકડાઇ

શાપર - વેરાવળ પોલીસ મથકના પીએસઆઇ કે.એ.ગોહિલ તથા ટીમની કામગીરી : આથો, દેશી દારૂનો જથ્‍થો મળી ૧૩ હજારનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૪ : લોધીકાના પારડી ગામમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા બુટલેગરને પકડી લઇ ભઠ્ઠીના સાધનો તથા દેશી દારૂનો જથ્‍થો કબ્‍જે કર્યો હતો.

મળતી વિગત મુજબ લોધીકાના પારડી ગામમાં એક મહિલા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી હોવાની શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કોન્‍સ. બ્રીજરાજસિંહ જાડેજાને બાતમી મળતા પારડીની વેલનાથ સોસાયટીમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી રંજન પ્રવિણભાઇ મકવાણા (ઉં.૩૭)ને પકડી લઇ ૧૮૦૦ લીટર આથો, ૭૫ લીટર દેશી દારૂ, ૧૨ લોખંડ તથા પ્‍લાસ્‍ટીકના નાના-મોટા બેરલ, દેશી દારૂની ભઠ્ઠીના સાધનો મળી રૂા. ૧૩,૨૫૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

આ કામગીરી પીએસઆઇ કે.એ.ગોહિલ, એ.એસ.આઇ. પ્રભાતભાઇ, ડી.યુ.જાડેજા, હેડ કોન્‍સ. બ્રીજરાજસિંહ, વિરેન્‍દ્રસિંહ, પી.કે.જાડેજા, તુષારસિંહ જાડેજા, કોન્‍સ. નરેશભાઇ, યોગીરાજસિંહ, દુષ્‍યંતસિંહ, પિયુષભાઇ, રવિરાજસિંહ, જયસુખભાઇ, મહિપતસિંહ તથા સમજુબેન ગમારા દ્વારા કરવામાં આવી હતી.

(3:36 pm IST)