રાજકોટ
News of Saturday, 4th July 2020

રાજકોટમાં કોરોના બેફામ બન્યો : રાત્રે વધુ ચાર કેસ સાથે એક જ દિવસમાં 16 કેસ નોંધાતા ફફડાટ :કુલ કેસનો આંક 211 થયો

13 કરણપરા, ન્યુ શક્તિ સોસાયટી, કિંગ્સ હાઈટ્સ-બી, રૈયાધારના શાંતિનગરમાં કોરોના કેસ નોંધાયા

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે આજે સાંજે સાત કેસ પોઝિટિવ નોંધાયા બાદ રાત્રે વધુ ચાર કેસ નોંધાતા આજે એક જ દિવસમાં કુલ 16 કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ સાથે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

 રાત્રે મિલનભાઈ કોટેચા (૩૦/પુરુષ) ( રહે,કરણપરા ૧૩, રાજકોટ), દામજી બચુભાઈ જાગાણી (૪૮/પુરુષ) ( રહે, ન્યુ શક્તિ સોસાયટી, સંતકબીર રોડ, રાજકોટ) કલ્પેશ નારાયણભાઈ કોઠારી (૪૭/પુરુષ)

( રહે, બી-૭૦૧, કિંગ્સ હાઈટ એપાર્ટમેન્ટ, વિદ્યાકુંજ મેઈન રોડ, અમીન માર્ગ પાસે, રોશની પાનની બાજુમાં, ટી.જી.બી. બેકરી સામે, રાજકોટ. ) અને  જીતેન્દ્રભાઈ ડાયાભાઇ વાઘેલા (૪૭/પુરુષ) ( રહે, ફ્લેટ નં. ૪૦૧, શ્રીજી એપાર્ટમેન્ટ વિંગ-બી, શાંતિનગર, રૈયા ધાર વોટર ફિલ્ટર પ્લાન્ટ સામે, રામદેવપીર ચોક, રાજકોટ.) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે રાત્રે  શહેરમાં વધુ ચાર કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 211 થઇ છે,જેમાંથી 60 દર્દીઓ સારવાર હેઠળ છે,જયારે ૧૪૧ દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે મૃત્યુઆંક 10  છે

(10:47 pm IST)