રાજકોટ
News of Wednesday, 4th July 2018

મવડી વિસ્તારના વૃંદાવન પાર્કમાં ધીમા ફોર્સથી પાણીનુ વિતરણઃ રજૂઆત

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૨માં આવેલ શ્રીનાથજી સોસાયટી પાસેનાં વૃંદાવન પાર્કમાં ધીમા ફોર્સથી પાણી વિતરણ તથા રસ્તાઓ ડામરથી મઢવા સહિતનાં પ્રશ્ને આજે બપોરે વિસ્તારવાસીઓ દ્વારા મેયર બિનાબેન આચાર્યને રજૂઆત કરવામાં આવી હતી.

(3:31 pm IST)