છરી સાથે મહમદ પકડાયો, 'દેશી' મુકી દિપક સોલંકી ભાગી ગયો
અન્ય દરોડામાં એક મહિલા ભાગી, બે પકડાયા
રાજકોટ તા. ૪: પોલીસે જુદા-જુદા સ્થળેથી છરી સાથે એકને અને દેશી દારૂ સાથે એક મહિલા સહિત ત્રણને પકડ્યા હતાં. એક મહિલા ભાગી ગઇ હતી. જામનગર રોડ પર મોચી નગરના ખુણે રહેતો મહમદ ઉર્ફ માળી યુસુફભાઇ સમા (ઉ.૨૨) છરી સાથે રજપૂતપરા-૬માંથી નીકળતાં એ-ડિવીઝનના પીએસઆઇ એસ. વી. સાખરા અને કોન્સ. જયપાલસિંહે પકડી લીધો હતો.
યુનિવર્સિટી રોડ પર શાંતિનગર હેડકોન્સ. અશોકસિંહ ગોહિલે દરોડો પાડતાં દિપક મગનભાઇ સોલંકી રૂ. ૧૦૦નો દારૂ ફેંકી ભાગી ગયો હતો. જ્યારે ચુનારાવાડ-૨માંથી જ્યોત્સના સામત કોળીને રૂ. ૩૪૦ના દેશી દારૂ સાથે થોરાળાના કોન્સ. વિજય મેતાએ પકડી લીધી હતી. જ્યારે કેકેવી હોલ પાછળથી કોન્સ. કુલદીપસિંહ જાડેજાએ રૂ. ૧૦૦નો દારૂ કબ્જે લીધો હતો. દારૂ મુકી કુસુમ પિયુષ સોલંકી ભાગી ગઇ હતી. વાવડી ૨૫ વારીયામાંથી વસંત ગોવિંદ સાડમીયાને રૂ. ૧૨૦ના દારૂ સાથે,રસુલપરામાંથી બાવકુ ટપુભાઇ રાઠોડને રૂ. ૧૦૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો.