રાજકોટ
News of Thursday, 4th June 2020

રાજકોટ બહારના વિસ્તારમાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ : સિટીના 85 અને જિલ્લાના 36 સહીત કુલ 121 કેસ : વિરમગામના વૃદ્ધા, પડધરીની મહિલા, જેતપુર તાલુકાના એક પુરુષ અને સુરેન્દનગરના એક આધેડને કોરોના વળગ્યો

કુલ 177 સેમ્પલ મોકલાયા હતા એમાંથી 173 નેગેટિવ જયારે 4નો રિપોર્ટ પોઝિટિવ

રાજકોટમાં બહારના વિસ્તરનાં 4 પોઝિટિવ કેસ આવ્યા છે વિરમગામના વૃદ્ધા પડધરી ની મહિલા જેતપુર તાલુકાના એક પુરુષ અને સુરેન્દનગરના એક આધેડને કોરોના વળગ્યો છે

 કુલ 177 સેમ્પલ મોકલાયા હતા એમાંથી 173 નેગેટિવ જાહેર કર્યા છે જયારે 4ને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે રાજકોટ શહેરના 85 અને જિલ્લાના 36 સહિત. કુલ 121 કેસ પોઝિટિવ થયા છે  રાજકોટ અને ગોંડલ થઈને કુલ 272 વ્યક્તિ કોરોન્ટાઇન કરાયા છે જેમાં 182 પુરુષ અને 90 મહિલા નો સમાવેશ થાય છે આજ સુધીમાં કુલ 5876 સેમ્પલ લેવાયાં જેમાં 3560 રાજકોટ શહેરના 1991 રાજકોટ જિલ્લાના અને 325 અન્ય જિલ્લાના હોવાનું જાહેર થયું છે

(8:18 pm IST)