રાજકોટ
News of Monday, 4th June 2018

રાજકોટમાં એસઆરપી મેનનું અપહરણ કરી માર મરાયો :મોરબી રોડની સીમમાં લઇ જઈને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો :એસઆરપીમેનને પગમાં ફ્રેક્ચર

રાજકોટ :રાજકોટમાં એસઆરપી મેનનું અપહરણ કરી માર મરાયો હોવાનું બહાર આવ્યું છે એસઆરપી મેનનું અપહરણ કરીને મોરબી રોડની સીમમાં લઇ જઈને લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારતા એસઆરપીમેનને પગમાં ફ્રેક્ચર થયું છે સ્કોર્પિયો કારે બાઇકને ટક્કર મારીને બાદમાં સ્કોર્પીયોમાંથી પાંચ જેટલા શખ્શો ઉતરીને એસઆરપી મેન ભુપતભાઇ સાગઠીયાનું અપહરણ કરીને લઇ ગયા હતા અને મોરબીરોડ પર એક સીમમાં લઇ જઈને માર માર્યો હતો :લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારતા ભુપતભાઇ પગમાં ફ્રેક્ચર થતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા  છે ભુપતભાઇ દીકરા દ્વારા એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાને લઈને અપહરણ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તારણ છે

 

(12:56 am IST)