રાજકોટ
News of Monday, 4th June 2018

નિધિ સ્કુલ દ્વારા કાલે પપર્યાવરણ જાગૃતિ અર્થે પોસ્ટર પ્રચાર : તુલસીના છોડનું વિનામુલ્યે વિતરણ

રાજકોટ તા. ૪ : કાલે તા. પ ના વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે શહેરના વોર્ડ નં. ૧ ના નિધિ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રચાર અને વૃક્ષારોપણ, તુલસી છોડ વિતરણ સહીતના કાર્યક્રમો આયોજીત કરાયા છે.

લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે માટે કાલે સવારે ૯ થી ૧૧ રામાપીર ચોકડી ખાતે પોસ્ટર પ્રચાર કરાશે. તેમજ તુલસીના છોડનું સ્ટોક હશે તે મર્યાદામાં વિનામુલ્યે વિતરણ કરાશે. શાળા પાસેના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખેલ છે. આ તકે રાહદારીઓને પ્લાસ્ટીકના ઝભલા, બેગ નહી વાપારવા સંકલ્પ પણ લેવડાવવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, અદીતી ભટ્ટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે સમગ્ર આયોજનની વિગતો વર્ણવતા અર્ચનાબા જાડેજા, આશાબા જાડેજા, હર્ષદ રાઠોડ, મેઘના દેવમુરારી, બીના દવે, ક્રિષ્ના હરપાલ, કોમલ સોમમાણેક નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:12 pm IST)