રાજકોટ
News of Monday, 4th June 2018

ર૧ મી જૂને વિશ્વ યોગા દિનઃ કલેકટર તંત્ર રાજકોટમાં પાંચ મોટા કાર્યક્રમો કરશેઃ કાલે મીટીંગ

તાલુકા દીઠ બે કાર્યક્રમો થશેઃ કલેકટર તંત્ર એકી સાથે રપ હજારને યોગા કરાવશે : કાલે કોર્પોરેશન ઉપરાંત તમામ સંસ્થાઓને બોલાવાઇઃ તૈયારીઓ શરૂ

રાજકોટ તા. ૪ :.. આગામી ર૧ મી જૂને ભારત સહિત વિશ્વભરમાં યોગા દિવસ મનાવાશે, ગુજરાત સરકાર પણ, રાજયભરમાં વિશ્વ યોગા દિન ઉજવણીની તૈયારી ચાલી રહી છે, સરકારની સુચના બાદ રાજકોટ કલેકટર તંત્રે પણ એકી સાથે રપ હજારને યોગા કરાવવા અંગે તૈયારીઓ શરૂ કરી છે.

એડી. કલેકટરશ્રી હર્ષદ વોરાએ 'અકિલા' ને જણાવ્યું હતું કે, કલેકટર તંત્ર દ્વારા તમામના સહયોગથી રાજકોટમાં જીલ્લાના પ મોટા કાર્યક્રમો યોજવા અંગે તૈયારીઓ કરી લીધી છે, આ ઉપરાંત દરેક તાલુકા મથકે બે-બે કાર્યક્રમ, ડે. કલેકટરો દ્વારા કાર્યક્રમ ૧પ હજારની વસતી ધરાવતા મથકે - ગામડામાં એક કાર્યક્રમ અને નગરપાલીકા ઇચ્છે તો ત્યાં પણ એક કાર્યક્રમ થશે.

શ્રી વોરાએ ઉમેર્યુ હતું કે, આવતીકાલે કલેકટરશ્રીએ આ બાબતે કોર્પોરેશન - સ્વામીનારાયણ સંસ્થા, પતંજલી, રોટરી કલબ, સહિત તમામ સંસ્થાઓની મીટીંગ બોલાવી છે, જેમાં સ્થળ - સંખ્યા ફાઇનલ કરાશે, આ ઉપરાંત, આંગણવાડી-મીશન મંગલમ સહિતના બહેનો-તલાટીઓ મારફત પણ વધુમાં વધુ સંખ્યામાં લોકો-વિદ્યાર્થીઓ વિગેરે યોગામાં જોડાય તે માટે તૈયારીઓ કરાઇ છે. (પ-ર૦)

(4:09 pm IST)