રાજકોટ
News of Monday, 4th June 2018

પીડીએમ કોલેજ પાસે દાળ પકવાનવાળા વિજયભાઇ પર ચાર શખ્સોનો હુમલો

ટેબલ રાખવું હોઇ લકઝરી બસ દૂર લેવાનું કહેતાં ડખ્ખો

રાજકોટ તા. ૪: કોઠારીયા રોડ હુડકો ચોકડી પાછળ વિનોદનગર-૧૬માં રહેતાં વિજયભાઇ જીકાભાઇ ગજરાણી (ઉ.૪૨) નામના ખવાસ યુવાનને તે સવારે દસેક વાગ્યે પી. ડી. માલવીયા કોલેજ પાસે મામલતદાર કચેરીની સામેના ભાગે પોતાની દાળ પકવાનની લારીએ હતો ત્યારે અજાણ્યા ચાર શખ્સોએ માથાકુટ કરી માથામાં કોઇ વસ્તુ મારી દેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. વિજયભાઇના કહેવા મુજબ પોતાને ટેબલ રાખવું હોઇ ત્યાં પાર્ક કરાયેલી લકઝરી બસને થોડી દૂર લેવાનું ચાલકને કહેતાં બોલાચાલી થતાં હુમલો થયો હતો.

લક્ષ્મીવાડીમાં સુરેશભાઇ કીડી મારવાનો પાવડર પી ગયા

લક્ષ્મીવાડી-૭માં સવિતા સદન ખાતે રહેતાં સુરેશભાઇ નટવરલાલ રત્નેશ્વર (ઉ.૬૮) સવારે કીડી મારવાનો પાવડર પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. (૧૪.૧૧)

(4:08 pm IST)