રાજકોટ
News of Monday, 4th June 2018

નિર્મલા રોડ પર લાયબ્રેરી-રીડીંગરૂમ બનશેઃ સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્ર આગળ વધી શકે તેમજ વાંચન પ્રેમીઓ પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે, તેવા હેતુથી જુદા જુદા વિસ્તારમાં ૩ લાયબ્રેરી તથા ૪ મોબાઈલ લાયબ્રેરી કાર્યરત છે. આ સુવિધામાં વિશેષ વધારો થાય તે માટે વોર્ડ નં-૧૪ તથા વોર્ડ નં-૯માં નવી લાયબ્રેરી બનાવવાની કાર્યવાહી કાર્યરત છે.આ ઉપરાંત વોર્ડ નં-૧૦માં નિર્મલા રોડ પર આવેલ ફાયર સ્ટેશનની જગ્યામાં નવી લાયબ્રેરી બનવવા માટે સ્થળ મુલાકાત લેતા મેયર ડો. જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, વોર્ડ નં-૧૦ના કોર્પોરેટર બીનાબેન આચાર્ય, અશ્વીનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પુર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, ભાજપ અગ્રણી શ્રી ભટાસણા, સિટી એન્જીનીયર શ્રી ડોઢિયા , વિગેરે ઉપસ્થીત રહેલ હતા. આ વિસ્તારના લાયબ્રેરીનો  લોકોને લાભ મળે તે માટે, આગળની કાર્યવાહી કરવા અધિકારીઓને સુચના આપેલ.(૨૨.૧૧)

 

(3:47 pm IST)