રાજકોટ
News of Monday, 4th June 2018

અમદાવાદમાં મિસીસ ગુજરાત બ્યુટી કવીનની સ્પર્ધા સંપન્ન : ઝારા ખાન મિસીસ ગુજરાત

રાજકોટ, તા. ૪ : અમદાવાદ ખાતે યોજાએલ મિસીસ ગુજરાત બ્યુટી કવીનની સ્પર્ધાનું સમાપન થયુ છે. આ સ્પર્ધામાં મિસીસ ગુજરાત બ્યુટી કવીન ઝારા ખાન (બરોડા), ફર્સ્ટ રનરઅપ પેરીન શાહ (અમદાવાદ), સેકન્ડ રનરઅપ પૂજા રાડીયા (મોરબી) અને મિસિસ રાજકોટ હેતલ ભંડેરી (રાજકોટ) રહ્યા હતા.

ઓડીશન લીધા બાદ ગુજરાતમાંથી ૩૬ હરીફોએ મિસીસ ગુજરાત બ્યુટીકવીન કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. તેનું ફિનાલેનું આયોજન અમદાવાદમાં નારાયણી હાઈટ્સ હોટલ ખાતે યોજાયેલ. જેમાં સેલ્ફ ગ્રુમીંગ, કેટવોક ટ્રેનીંગ, ફોટોશૂટ ટ્રેનીંગ, ફોટો શુટ્સ, ફિનાલે ટ્રેનીંગ, ટેલેન્ટ રાઉન્ડ આઈકયુ ટેસ્ટ, ઝૂમ્બા તથા યોગા ટ્રેનીંગ વિ. તાલીમ આપવામાં આવેલ. ફિનાલેમાં મુખ્ય વિજેતા ઝારા ઝુબેર ખાનને અઢી લાખ રોકડ ઈનામ એનાયત કરવામાં આવેલ.

સ્પર્ધાના મુખ્ય વિજેતાઓના નામ આ મુજબ છે. મીસીઝ ગુજરાત બ્યુટી કવીન - ઝારા ખાન બરોડા, ફર્સ્ટ રનરઅપ પેરીન શાહ - અમદાવાદ, સેકન્ડ રનરઅપ પૂજા રાડીયા - મોરબી, મિસીસ રાજકોટ - હેતલ ભંડેરી - રાજકોટ. તમામને સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આ ઈવેન્ટનું આયોજન નિશા ચાવડા (મિસીસ ઈન્ડિયા વેસ્ટ ઝોન વિનર) દ્વારા કરવામાં આવેલ. (તસ્વીરઃ અશોક બગથરીયા)(૩૭.૧૩)

(3:45 pm IST)