રાજકોટ
News of Monday, 4th June 2018

પરશુરામ શરાફી મંડળીના નફામાં ૧૮ ટકાનો વધારો : ૧૫ ટકા ડીવીડન્ડ જાહેર

રાજકોટ : પરશુરામ શરાફી સહકારી મંડળીની ૨૩ મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન કૌશિકભાઇ સી. શુકલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં મંડળીની પ્રગતિના અહેવાલો વર્ણવતા કૌશિકભાઇ શુકલે જણાવેલ કે મંડળી મહત્તમ વ્યાજ થાપણદારોને ચુકવે છે. મોર્ગેજ ધિરાણ ૧૩% ના દરે કરે છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન પ૦,૨૫,૩૦૩ નો નફો કરેલ છે. ચાલુ સાલ મંડળીના રીઝર્વ ફંડમાં ૧૨ ટકાનો વધારો અને થાપણમાં ૮ ટકાનો વધારો નોંધાયો છે. એ રીતે નફામાં ૧૮ ટકાનો વધારો નોંધાતા ૧૫ ટકા ડીવીડન્ડને બહાલી અપાઇ હતી. સભાસદોનું શબ્દોથી સ્વાગત મંડળીના માનદ મેનેજીંગ ડીરેકટર દિપકભાઇ પંડયાએ કરેલ. દિપપ્રાગટય ચેરમેન કૌશિકભાઇ શુકલ, બ્રહ્મસમાજના પ્રમુખ જનાર્દન આચાર્ય, મોરબી વાંકાનેર બ્રહ્મસમાજના ભૂ.પૂ. પ્રમુખ મધુભાઇ દવે, લલિતભાઇ જાની (ચંદ્રેશ મંડપ સર્વીસ),  હરીભાઇ ડોડીયા (નાગરીક બેંક ડીરેકટર), શ્રીમતી કુસુમબેન શશીકાન્ત ત્રિવેદીના હસ્તે કરાયેલ. આ તકે સ્વ. પ્રભાશંકરભાઇ પી. રવિયાને યાદ કરી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. સમાજીક જવાબદારી અદા કરવા નિસ્વાર્થભાવે કાર્યરત વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઇ દોશી, ફ્રીડમ યુવા ગ્રુપના સંચાલકો ભાગ્યેશભાઇ વોરા, રસીકભાઇ મોરધરા, પ્રવિણભાઇ ચાવડા, મનોજભાઇ ડોડીયા, ડો. સંજયભાઇ પારેખનું શીલ્ડ આપી તથા બન્ને સંસ્થાઓને પ હજારનો પુરસ્કાર અપી સન્માન કરાયુ હતુ. આ સભામાં સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી મનીષભાઇ માદેકા (રોલેક્ષ બેરીંગ) નું મંડળીના નવનિયુકત ડીરેકટર પરાગભાઇ ભટ્ટે બુકેથી સન્માન કરેલ. આ તકે વિમા યોજનાની પણ જાહેરાત કરાઇ કરાતા સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. કાર્યક્રમમાં સંસ્થાના ડીરેકેટરો જોઇન્ટ માનદ એમ. ડી. સુધીરભાઇ પંડયા, શ્રીમતી સુરભીબેન જે. આચાર્ય, શ્રીમતી મધુબેન ત્રિવેદી, પરાગભાઇ ભટ્ટ વગેરે તેમજ ડીપોઝીટરો મધુભાઇ દવે, બ્રહ્મસમાજના પૂર્વ પ્રમખુ મહેન્દ્રભાઇ પંડયા, પ્રભુભાઇ ત્રિવેદી, જયરાજભાઇ ડેડાણીયા, કિશોરભાઇ સખરાણી, ચંદુભાઇ માણેક, એડવોકેટ મહેશભાઇ ત્રિવેદી, નોટરી જયેશભાઇ જાની, સુરેશભાઇ મહેતા, દિપકભાઇ ત્રિવેદી, સોમનાથભાઇ દવે, એચ. એન. વ્યાસ, પ્રવિણભાઇ ચાવડા (જય સોમનાથ), તેમજ અન્ય સભાસદો ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનદ મેનેજીંગ ડીરેકટર દિપકભાઇ પંડયાએ કરેલ. અંતમાં આભાર દર્શન મંડળીના જોઇન્ટ માનદ મેનેજીંગ ડીરેકટર સુધીરભાઇ પંડયાએ કરેલ. (૧૬.૬)

(3:44 pm IST)