રાજકોટ
News of Monday, 4th June 2018

તપ- જપની વધુમાં વધુ સાધના ચતુર્વીધ સંઘની સિધ્ધી ગણાશેઃ પૂ.સુશાંતમુનિ મ.સા. સાધુ- સાધ્વીજીઓ હંમેશા શ્રાવક- શ્રાવીકાઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને ઢંઢોળવા આવે છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાજકોટમાં ચાતુર્માસ અર્થે ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. આ.ઠા. તથા વિશાળ સાધ્વી વૃંદનો ભવ્ય નગર પ્રવેશ

રાજકોટ,તા.૪: ગુજરાત રત્ન પૂ.સુશાંત મુનિ, રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. આ.ઠા.- ૬ તથા ૭૫ સાધ્વીજીઓનો ધર્મનગરી રાજકોટમાં ચાતુર્માસ અર્થે પ્રવેશ પ્રસંગે આજે સવારે પીડીએમ કોલેજ પાસેથી ભવ્ય સામૈયુ સમસ્ત સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા કરવામાં આવેલ. ત્યાર બાદ તેઓ જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંઘખાતે પધરામણી કરી હતી.

નગર પ્રવેશ પ્રસંગે પ્રવિણભાઈ કોઠારી, ઈશ્વરભાઈ દોશી, ચંદ્રકાન્તભાઈ શેઠ, હરેશભાઈ વોરા, ડોલરભાઈ કોઠારી, મધુભાઈ ખંધાર, કિરીટભાઈ શેઠ, શીરીષભાઈ બાટવીયાા, શશીભાઈ વોરા, સુશીલ ગોડા, ઉપેનભાઈ મોદી, જીતુભાઈ કોઠારી, રજનીભાઈ બાવીશી, મયુરભાઈ શાહ તથા મનોજભાઈ ડેલીવાળા સહીતના જૈન અગ્રણીઓ તથા મુંબઈથી દિલેશભાઈ ભાયાણી હાજર રહેલ.

જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે સંઘ પ્રમુખ પરેશભાઈ સંઘાણીએ સૌનું સ્વાગત કરેલ. મોટી સંખ્યામાં પધારેલ શ્રાવક-શ્રાવીકાઓની હાજરીમાં પૂ.નમ્રમુનિ મ.સા.એ ઉવસગ્ગહરંમ મંત્રનો ઉદ્ઘોષ કરતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું. શહેરના રાજમાર્ગો ગુરૂદેવ  અમારો અંતનાદ, અમને આપો આર્શીવાદ ના ઘોષથી ભાવીકોએ ગુંજવી મુકયા હતા. જૈન ચાલ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે નવકારશીનું આયોજન કરાયુ હતુ.

ત્યાર પૂ.ગુરૂભગવંતો તથા પૂ.સાધ્વીજીઓએ સરદારનગર ઉપાશ્રય તરફ વિહાર કર્યો હતો. જયાં રસ્તામાં ઠેર-ઠેર રંગોળીઓ, કળશધારી બાળાઓ તથા મહિલા મંડળના બહેનો દ્વારા કાઠીયાવાડી પરંપરા મુજબ સામૈયુ કરેલ. આ ઉપરાંત લુક એન્ડ લર્ન તથા અર્હમ ગ્રુપના સભ્યોે શ્વેત વસ્ત્રોમાં હાજર રહ્યા હતા.

સરદારનગર સ્થા.જૈન સંઘ પ્રમુખ હરેશભાઈ વોરા, મેહુલભાઈ દામાણી, ઉપેનભાઈ મોદી, આર.એમ. પારેખ, મીલનભાઈ મીઠાણી, વસંતભાઈ મહેતા, પરેશભાઈ પારેખ તથા કિશોરભાઈ શાહ તથા ટીમ દ્વારા પૂ.શ્રીનું ભાવભર્યુ સ્વાગત કરાયેલ. પૂ.શ્રીઓ અહિં ૨-૩ દિવસ સ્થિરતા કરવાના ભાવ રાખે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) સરદારનગર સંઘમાં પૂ.ગુરૂદેવ સુશાંતમુનિ તથા પૂ.નમ્રમુનિ મ.સા. મંગળ તથા બુધવારે સવારે ૭:૧૫ થી ૮:૧૫ વ્યખ્યાન વાણીનો લાભ આપનાર છે.

(3:41 pm IST)