મવડીમાં વાંક પરિવાર અને ક્રિષ્ના યુવા ગ્રુપ દ્વારા ઘઉંનું વિતરણ
કોરોના મહામારોના કારણે હાલ લોકડાઉન ચાલે છે. ત્યારે જરૂરતમંદ લોકોના ચુલા બંધ ન થાય તે હેતુથી ક્રિષ્ના યુવા ગ્રુપ તથા બાબુભાઇ રામસુરભાઇ વાંક પરિવાર દ્વારા વિનામુલ્યે ઘઉંનું વિતરણ કરવામાં આવેલ. પરિવાર દીઠ ૧૦ કિલો ઘઉં આશરે ૧ હજાર પરિવારને અપાયેલ. આ ઘઉં દાનના સેવા યજ્ઞમાં મુખ્ય દાતા મવડીના બાબુભાઇ રામસુરભાઇ વાંક, નાનુભાઇ દેવાભાઇ સબાડ, સ્વ. વિનુભાઇ આયદાનભાઇ વાંક પરિવાર, સાગરભાઇ દેવાણંદભાઇ વાંક, મહેશભાઇ દેસુરભાઇ વાંક, લક્ષ્મણભાઇ ભીમજીભાઇ કુંભરવાડીયા વગેરે સેવાભાવી દાતાઓ આગળ આવ્યા હતા. સેવા કાર્યમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, મવડી વિસ્તારના કોર્પોરેટર વિજયભાઇ બાબુભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, કનકસિંહ જાડેજા, ગ્રુપના પ્રમુખ બાલાભાઇ વાછાણી, વોર્ડ પ્રમુખ જગદીશભાઇ સખીયા, લાલાભાઇ વિનુભાઇ વાંક, અશોકભાઇ મારકણા, નિલેશભાઇ ભાલોડી, અજીતભાઇ વાંક, મયુરભાઇ વાંક, વિજયભાઇ માવલા, વનરાજભાઇ વાંક, ભીખુભાઇ વાંક, અજયભાઇ મૈયડ, રાજભા જાડેજા (દોમડા), હેમેન્દ્રસિંહ જાડેજા (ચીકુભાઇ), પદુભા રાયજાદા, નાજાભુવા બોહરીયા, નિલેશભાઇ બટુકભાઇ ભરવાડ, રાજુભાઇ ગરચર, શકિતસિંહ પરમાર, નરેન્દ્રસિંહ જાડેજા (જીનામ), દિલીપભાઇ નિમાવત, વિરૂભાઇ ગઢવી, વિક્રમભાઇ સુખાભાઇ ડાંગર, મહાવીરસિંહ પરમાર, દીલીપભાઇ ચાવડા, સાગરભાઇ દેવાણંદભાઇ વાંક, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ધરમભાઇ કાંબલીયા, મુકેશભાઇ ચાવડા, શહેર વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, સુરેશભાઇ બથવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.