રાજકોટ
News of Saturday, 4th May 2019

શાપર-વેરાવળમાં ચોરાઉ ચાંદીના દાગીના સાથે રાજકોટના ૩ શખ્સો પકડાયા

ત્રણેય અગાઉ ચોરીના ગુન્હામાં પકડાયા છેઃ એલસીબી અને શાપર પોલીસે દબોચી લીધા

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો નજરે પડે છે.(તસ્વીરઃ કમલેશ વસાણી, શાપર-વેરાવળ)

રાજકોટ તા.૪: શાપર-વેરાવળમાં ચોરાઉ ચાંદીના દાગીના સાથે નિકળેલા રાજકોટના ત્રણેય શખ્સોને રૂરલ એલસીબી તથા શાપર પોલીસે ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણાએ મીલકત વિરૂદ્ધના ગુન્હા ડીટેકટ કરવા સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી.ના પો.સબ. ઇન્સ. એચ.એ. જાડેજા તથા પો.સબ. ઇન્સ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. બ્રિજરાજસિંહ જાડેજા, પો.કોન્સ. મેરૂભાઇ મકવાણા તથા શાપર(વે) પો.સ્ટે.ના આર.વી. બકોત્રા, પો.કોન્સ. માવજીભાઇ ડાંગર, પો.કોન્સ. અનિરૂદ્ધસિંહજી જાડેજા તથા પો.કોન્સ. વિજયગીરી ગોસ્વામી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વેરાવળ (શા) વિકાસ સ્ટર પાસેથી હિતેશ દિલીપભાઇ ચૌહાણ જાતે મારવાડી (ઉ.વ.૨૦) ધંધો મજૂરી રહે. હાલ રાજકોટ આજીડેમ ફુલવાડી પાસે ઝૂપડામાં મૂળ ઘાટવટ તા. કોડીનાર જી.ગીર સોમનાથ, રાજુ ચંદીયાભાઇ ચૌહાણ જાતે મારવાડી (ઉ.વ.૪૦) ધંધો મજૂરી રહે. હાલ રાજકોટ કોઠારીયા સોલવંટ ત્રણ માળીયા કવાર્ટરમાં તા.જિ.રાજકોટ મૂળ રાજસ્થાન તથા અક્ષય ચંદીયાભાઇ ચૌહાણ જાતે મારવાડી (ઉ.વ.૨૧) ધંધો મજૂરી રહે. હાલ રાજકોટ કોઠારીયા સોલ્વંટ ત્રણ માળીયા કવાર્ટરમાં તા.જિ. રાજકોટ મૂળ રાજસ્થાનવાળાઓને (૧) ચાંદીની પાયલ સેટ-૨, ગળામાં પહેરવાની ચેઇન નંગ-૧, મંગલસૂત્ર નંગ-૧ તથા હાથમાં પહેરવાની બંગડી સેટ-૧ જેની કુલ કિંમત રૃા. ૧૦.૮૫૦/- સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલ ત્રણેય શખ્સો દિવસના તથા રાત્રીના સમયે રહેણાંક મકાનમાં તથા મંદિરોમાં સોના ચાંદીના ઘરેણાઓ ચોરી કરવાની વૃતિ ધરાવે છે અને આરોપી નં. ૧ (૧) મોરબી ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે. નં. (ર) તથા (૩) અગાઉ શાપર (વે) પો.સ્ટે.માં મંદિર ચોરીના ગુન્હામાં પકડાયેલ છે.

(3:20 pm IST)