રાજકોટ
News of Saturday, 4th April 2020

કપાસીયાની ઓઇલ મીલો ચાલુ : પશુ આહાર અને વોશ ઓઇલની શોર્ટેજ નહી થાય

કોટનશીડસ ક્રશર્સ એસોસીએશનની સફળ રજુઆત

રાજકોટ, તા. ૪ : કપાસીયા ખોળ (પશુ આહાર) અને વોશ ઓઇલની મીલો ફરી ધમધમતી થઇ છે. કોટનશીડસ ક્રશર્સ એસોસીએશન દ્વારા કલેકટરશ્રીને સફળ રજુઆત કરવામાં આવી હતી. યાદીમાં જણાવ્યા મુજબ કોવીડ-૧૯ ના કારણે કપાસીયા ઓઇલ મીલો બંધ રહેવાના કારણે કપાસીયા ખોળ (પશુઆહાર) અને વોશ ઓઇલની અછત ન સર્જાય તે માટે સૌરાષ્ટ્ર કોટનશીડ ક્રશર્સ એસોસીએશન (સૌરાષ્ટ્ર રીજીયન) ના પ્રમુખ શ્રી નટુભાઇ પટેલ (સહયોગ કોટન-શાપર) અને ઉપપ્રમુખ શ્રી પ્રફુલભાઇ પટેલ  દ્વારા કલેકટરશ્રી રેમ્યા મોહનજીને વિનંતી કરાતા ૨૯ કપાસીયા ઓઇલ મીલ ચાલુ કરવા મંજુરી આપવામાં આવેલ છે. જેથી હવે હાલની પરીસ્થિતિમાં કપાસીયા ખોળ (પશુઆહાર) અને વોશ ઓઇલની શોર્ટજ  વર્તાશે નહી. કલેકટરશ્રી દ્વારા આ નિર્ણય લેવાતા પશુઓને પુરતા પ્રમાણમાં ખોળ મળી રહેશે અને રીફાઇનરીને વોશ તેલ મળી રહેશે તેમ કોટનશીડસ ક્રશર્સ એસોસીએશનની યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)