રાજકોટ
News of Saturday, 4th April 2020

રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં ઘર પાસે પેશાબ કરવા બાબતે અમીન માજોઠી પર ૩ શખ્સોનો હુમલો

અઝીમ, વસીમ અને ઝુબેર સામે ગુનો

રાજકોટ તા. ૪: દુધસાગર રોડ પર રિધ્ધી સિધ્ધી સોસાયટીમાં ઘર પાસે પેશાબ કરવા બાબતે માજોઠી યુવાન પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

 

મળતી વિગત મુજબ માજોઠીનગરના ખુણા પાસે રહેતા અમીનભાઇ જીવાભાઇ માજોઠી (ઉ.વ. ૩પ) ગઇકાલે રિધ્ધી સિધ્ધી સોસાયટી શેરી નં. ૩ માં અઝીમ બશીરભાઇના ઘર પાસે લઘુશંકા કરવા માટે ઉભા હતા ત્યારે અઝીમ બશીરભાઇ, વસીમ બશીરભાઇ અને ઝુબેર બશીરભાઇએ આવી અમીનભાઇને ગાળો આપતા તેણે ગાળો આપવાની ના પાડતા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઇ લોખંડના પાઇપ વડે માર મારતા અમીનભાઇને બંને પગે તેમજ ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઇજા કરી હતી દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ જતા ત્રણેય શખ્સો ભાગી ગયા હતા. બાદ અમીનભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે અમીનભાઇએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. ભુપતભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:28 pm IST)