રાજકોટ
News of Saturday, 4th April 2020

સોમવારે પૂ.રણછોડદાસજી બાપુનો ૫૦ મો મહાસમાધિ દિવસ

ગુરૂ ભાઇ બહેનો ઘરે ઘરે પાઠ પૂજા કરી ગુરૂભકિત અદા કરશે : લોકડાઉન વચ્ચે સદ્દગુરૂ સદ્ન ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંયમપૂર્ણ આયોજન

રાજકોટ તા. ૪ : સદ્દગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુના ૫૦ માં મહાસમાધી દિવસ ચૈત્ર સુદ તેરસના  નિમિતે તા. ૬ ના સોમવારે સર્વજન હિતાય અને સર્વજન સુખાય અર્થે સદ્દગુરૂ સદન ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગુરૂ ભાઇ બહેનોના ઘરે ઘરે પૂજન અને સુંદરકાંડ અખંડ રામચરીતમાનસ પાઠ કરવામાં આવે તેવુ આયોજન હાલની લોકડાઉનની સ્થિતી ધ્યાને લઇને કરવામાં આવેલ છે.

સુદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીના ૫૦ માં મહાદિવસ એટલે કે ચૈત્ર સુદ ૧૩,૧૯૭૦ માં સુર્યા એપાર્ટમેન્ટ, બ્રીચ કેન્ડી હોસ્પિટલની સામે, મુંબઇમાં પૂ. ગુરૂદેવશ્રીએ માનવસૃષ્ટિમાં કરેલ દિવ્ય માનવ સેવાના રાહત કાયો શરૂ કરાવી ચૈત્ર સુધદ તેરસના ર.૩૮ મીનીટે દિવ્ય જયોતરૂપી શરીર છોડેલુ અને સુક્ષ્મરૂપમાં બિરાજીત થયા હતા. આ ઘડીને ૫૦ વર્ષ પૂર્ણ થવા જઇ  રહ્યા છે.

આ નિમિતે તા. ૬ ના સોમવારે સર્વે ગુરૂભાઇ બહેનો પોત પોતાના ઘરે ગુરૂદેવ શ્રી રણછોડદાસજીબાપુનું પૂજન કરે અને સુંદરકાંડ તથા રામચરીત માનસના અખંડ પાઠ કરે તેવી અપીલ સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ રાજકોટ  (મો.૮૪૬૦૯ ૨૮૫૦૮, ફોન ૦૨૮૧ - ૨૪૫૭૦૦૯) દ્વારા કરવામાં આવી છે. ગુરૂભાઇ બહેનો પ વ્યકિતને મદદ કરીને આ મહાસમાધિ દિવસને સેવાકાર્યો થકી ઉજવીએ એવી અભ્યર્થના કરાઇ છે.

(1:12 pm IST)