રાજકોટ
News of Thursday, 4th March 2021

રૂ. ૮ લાખ ૩૫ હજારના ચેકો રિટર્ન થતા જનતા હાર્ડવેરના ભાગીદારો સામે ફરિયાદ

રાજકોટ, તા. ૪ :. રાજકોટ શહેરમાં આજી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આવેલ 'ઈગલ એન્ટરપ્રાઈઝ'ના નામે ચાલતી ભાગીદારી પેઢી મેરેબલ મેટલનો હોલસેલ અને રીટેલ ધંધો કરતી પેઢી પાસેથી લક્ષ્મીવાડી શેરી નં. ૨, મીલપરા મેઈન રોડ પર રહેતા અને કેનાલ રોડ પર 'જનતા હાર્ડવેર સ્ટોર'ના નામથી ચાલતી પેઢીમાં રિટેલ હાર્ડવેર મટીરીયલ્સનો વેપાર ધંધો કરતા પેઢીના ભાગીદારો (૧) વિજયભાઈ વનરાવનભાઈ શિંગાળા (૨) અનિલભાઈ વનરાવનભાઈ શિંગાળા તથા (૩) બ્રિજેશ વિજયભાઈ શિંગાળાએ ફરીયાદી પેઢી પાસેથી ઉધાર માલ ખરીદ કરેલ હતો જે ઉધાર માલ પેટે ચુકવણી માટે રૂ. ૪,૭૩,૬૩૩ તથા ૩,૬૧,૬૧૨ પરત ચૂકવવા માટે ફરીયાદી પેઢી જોગ ઈસ્યુ કરી આપેલા ચેકો રિટર્ન થતા ફરિયાદી પેઢી દ્વારા જનતા હાર્ડવેર સ્ટોરના ભાગીદારો (૧) વિજયભાઈ વનરાવનભાઈ શિંગાળા (૨) અનિલભાઈ વનરાવનભાઈ શિંગાળા તથા (૩) બ્રિજેશ વિજયભાઈ શિંગાળા વિરૂદ્ધ ફરીયાદી પેઢી વતી તેમના ભાગીદાર મિતુલ રમેશભાઈ રૂપારેલીયાએ રાજકોટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

સદરહુ ચેક આપતી વખતે આરોપીઓએ ફરીયાદીને એવું પાકુ વચન વિશ્વાસ અને ખાત્રી આપેલ છે કે, સદરહું ચેક બેંકમાં વસુલાત માટે રજૂ કરશો તે સ્વીકારાઈ જશે અને ફરીયાદીને ચેકો મુજબની રકમ મળી જશે તેવા આરોપીના શબ્દો પર ભરોસો રાખી ફરીયાદીએ ચેકો સ્વીકારેલા. તે ચેકો બેન્કમાં વસુલાત માટે રજુ કરતા ચેકો સ્વીકારાય નહીં અને ચેક રીટર્ન થતા તેની જાણ આરોપીઓને કરવા છતા યોગ્ય પ્રતિભાવ કે કોઈ જ પ્રત્યુત્તર આરોપીઓ તરફથી ન મળતા આરોપીઓને ફરીયાદી પેઢીએ તેમના વકીલશ્રી કલ્પેશ એલ. સાકરીયા મારફતે લીગલ ડિમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદીનું લેણુ કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદીનું લેણુ ડૂબાડવાનો બદઈરાદો ધારણ કરી આરોપીઓએ ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી 'જનતા હાર્ડવેર સ્ટોર' તથા તેના ભાગીદારો (૧) વિજયભાઈ વનરાવનભાઈ શિંગાળા (૨) અનિલભાઈ વનરાવનભાઈ શિંગાળા તથા (૩) બ્રિજેશ વિજયભાઈ શિંગાળા વિરૂદ્ધ ચેક રિટર્ન સંબંધી રાજકોટની કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

આ કામમાં ફરીયાદી ઈગલ એન્ટરપ્રાઈઝ પેઢીના ભાગીદાર મિતુલ આર. રૂપારેલીયા વતી રાજકોટના વકીલ શ્રી કલ્પેશ એલ. સાકરીયા તથા રાહુલ બી. મકવાણા રોકાયેલા છે. કલ્પેશ એલ. સાકરીયા મો. ૯૫૩૭૭ ૫૩૭૦૧, રાહુલ બી. મકવાણા મો. ૯૯૦૪૮ ૪૩૪૮૩

(4:29 pm IST)