રાજકોટ
News of Thursday, 4th March 2021

ભાવનગર રોડ ફાયરબ્રીગેડ પાસેથી રીક્ષામાંથી દારૂની પપ બોટલ સાથે હનીફ અને વિશાલ પકડાયા

રાજકોટ તા. ૪ : શહેરના ભાવનગર રોડ પર ફાયરબ્રીગેડ પાસેથી થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રીક્ષામાંથી દારૂની પપ બોટલ સાથે બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભાવનગર રોડ પર રીક્ષામાં દારૂનો જથ્થો હોવાની બાતમી થોરાળા પોલીસ મથકના કોન્સ વિજયભાઇ મેતા, જયદીપભાઇ તથા રમેશભાઇને મળતા પી.આઇ.જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જી.એસ.ગઢવી, હેડ કોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ, શૈલેષભાઇ, નરસંગભાઇ, વિજયભાઇ, જયદીપભાઇ, કિરણભાઇ, સહદેવસિંહ, યુવરાજસિંહ, રમેશભાઇ તથા દિવ્યેશભાઇ સહિતે ભાવનગર રોડ ફાયરબ્રીગેડ પાસેથી જી.જે.૩ એય.ર૦૪૦ નંબરની રીક્ષામાંથી વિદેશીદારૂની પપ બોટલ સાથે હનીફ હારૂનભાઇ અંસારી (ઉ.૩૦) (રે. ભગવતીપરા શેરી નં.ર૦) અને વીશાલ જયેશભઇ ઉધરેજીયા (ઉ.રપ) (રહે. ભગવતીપરા)ને પકડી લઇ કાર્યવાહી  કરી હતી.

(4:25 pm IST)