રાજકોટ
News of Thursday, 4th March 2021

આજીમાં નર્મદા નીરને વધાવવાના પ્રથમ કાર્યક્રમમાં ૨૭ કોર્પોરેટરો ડોકાયા જ નહી !

મચ્છુ-૨ માંથી બે પંપ દ્વારા નર્મદાનીર ઉપાડી ગઇ કાલથી આજી ડેમ ભરવાનું શરૂ : ગઇ કાલે ૧૫ એમ.સી.એફ.ટી. નર્મદાનીર ઠલવાયું : તબક્કાવાર ૬૫૦ એમ.સી.એફ.ટી પાણી ઠલવાશે

રાજકોટ,તા.૪ :શહેરની જીવાદોરી સમાન આજી -૧ ડેમમાં ગઇ સાંજથી નર્મદાનીર ઠાલવવાનો પ્રારંભ થયો ત્યારે મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા નર્મદાનીરનાં વધામરણા કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં તમામ નવનિયુકત કોર્પોરેટરોને હાજરી આપવા નિમંત્રણ પાઠવાયેલ.

આમ છતાં નવનિયુકત ૭૨ માંથી ભા.જ.પમાં માત્ર ૪૫ કોર્પોરેટરો જ રહ્યા હતા. અને બાકીનાં ૨૭ અને બાકીનાં ૨૭ કોર્પોરેટરો તેઓ આ નવી ટર્મના પ્રથમ સતાવાર કાર્યક્રમમાં હાજરી આપવાની દૂર રહેતા અનેક તર્ક -વિતર્કો થઇ રહ્યા છે.

નોંધનીય છે કે ઉનાળામાં પાણી વિતરણ નિયમીત થઇ શકે તે માટે આજી ડેમમાં ૬૫૦ નર્મદા એમ.સી.એફ.ટી જળ જથ્થો ઠાલવવા માંગ કરી હતી.જે સંદર્ભે ગઇ કાલથી મચ્છુ -૨માંથી બે પમ્પ દ્વારા પાણીી ઉલેચીને આજીમાં ઠાલવવાનું શરૂ થયું છે.

અને ગઇ કાલે ૧૫ એલ.સી.એફ.ટી નર્મદાનીર આજીમાં ઠલાવાયુ હતુ. આમ તબક્કાવાર આજીમાં ૬૫૦ એમ.સી.એફ.ટી નર્મદાનીર ઠલવાશે.

દરમિયાન આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કરવાના ગઇ સાંજે યોજાયેલ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેશનના નવા ચૂંટાયેલા કોર્પોરેટર  વિનુભાઈ ઘવા,  રવજીભાઈ મકવાણા, સુરેન્દ્રસિંહ વાળા, પુષ્કરભાઇ પટેલ, બીપીનભાઈ બેરા, ચેતનભાઈ સુરેજા, જીતુભાઈ કોટડીયા, ભાવેશભાઈ દેથારીયા, નીરૂભા વાઘેલા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, દિલીપભાઈ લુણાગરિયા,  હાર્દિકભાઈ ગોહેલ, દેવુબેન જાદવ, જયોત્સનાબેન ટીલાળા, જયશ્રીબેન ચાવડા,  કંકુબેન ઉઘરેજા, ભારતીબેન મકવાણા, ડો. દર્શિતાબેન શાહ, દર્શનાબેન પંડ્યા, રાજેશ્વરીબેન ડોડીયા, રસીલાબેન સાકરીયા, મંજુબેન કુંગશીયા તેમજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી દ્વારા આજી ડેમ ખાતે નર્મદા નીરના વધામણા કર્યા હતા.

(4:23 pm IST)