રાજકોટ
News of Thursday, 4th March 2021

કાલાવડ રોડ પર ૧૨ ઝાડવાનુ નિકંદન :વૃક્ષ પ્રેમીઓમાં રોષ

રાજકોટઃ શહેરનાં કાલાવડ રોડ પર એકા એક ઘટાટોપ ૧૨  ઝાડવા પર મ.ન.પા. દ્વારા કરવત ફેરવવામાં આવતા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.કે.કે.વી ચોકમાં નિમાર્ણ થનાર ઓવર બ્રિજનાં નિર્માણ માટે નડતા હોય તેથી વૃક્ષોનું છેદન કરવામાં આવ્યાનો તંત્ર વાહકો લુલો બચાવ કરી રહ્યા છે. આ અંગે વિસ્તારવાસીઓએ જણાવ્યુ હતુ કે, ગઇકાલ રાત્રે વૃક્ષો અદ્દભુત નજારો જોઇ શકતા હતો. સવારે એકા એક ઝાડવાનું નિકંદન કરતા આ વિસ્તાર ઉજ્જડ જોવા મળ્યો હતો. વિસ્તારવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે, ખાનગી બિલ્ડરોનાં હિતાર્થે વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યુ છે.ઉપરોકત તસ્વીરમાં કાલાવડ રોડ પર ઝાડવા કાપવામાં આવ્યા છે તે વખતની તસ્વીર(તસ્વીરઃસંદિપ બગથરીયા)

(4:16 pm IST)