રાજકોટ
News of Thursday, 4th March 2021

રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂએ સજોડે કોરોના વેકસીન લીધી

રાજકોટ, તા., ૪: ભારત સહીત સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્‍યારે કોરોના સામે લડત આપવા અને કોરોનાથી બચવા માટે કોવીડ-૧૯ વેકસીન  ભારતમાં અવેલેબલ થઇ ગઇ છે. ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ પણ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.

કોરોના મહામારી દરમ્‍યાન જરુરી અને સલામત ગણાતી કોરોના વેકસીન દરરોજ હજારો લોકો લઇ રહયા છે. ત્‍યારે વિશ્વનું સૌથી મોટુ ગણાતુ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ પણ સજોડે કોરોના વેકસીન લીધી હતી. સાથે-સાથે રાજુભાઇના મોટાભાઇ છબીલભાઇ પોબારૂએ પણ રાજકોટની ગોકુલ હોસ્‍પીટલ ખાતે સજોડે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.

વેકસીન લીધા પછી સંપુર્ણ સ્‍વસ્‍થતા સાથે રાજુભાઇ પોબારૂ(મો.૯૮ર૪૦ ૪૦પપ૯)એ અકિલાને જણાવ્‍યું હતું કે કાળમુખા કોરોનાને હરાવવા માટે વેકસીન જ એક માત્ર બ્રહ્માષા છે. તબીબોના માર્ગદર્શન હેઠળ પોતાની હેલ્‍થને અનુરૂપ તથા નિયમોને અનુસરીને નાના-મોટા સૌ કોઇએ કોઇ પણ જાતનો ભય રાખ્‍યા વગર કોરોના વેકસીન લેવી જોઇએ તેવી પણ અપીલ કરી હતી.

(3:59 pm IST)